Home Entertainment Welcome To The Jungle Teaser Out Akshay Kumar Comedy Movie Release Date

Welcome To The Jungle નું ટીઝર આઉટ : જંગલ સફારીમાં સ્ટાર્સની ધમાલ સાથે ફેન્સને હસાવવા તૈયાર ‘ખિલાડી’

Teaser of Welcome To The Jungle is out
Published by: Vaishnavi Pathak
Last Updated: May 16, 2026, 07:37 AM IST

પાગલપન, કન્ફ્યુઝન અને અંધાધૂંધી: વેલકમ ફ્રેન્ચાઈઝીના નવા ભાગમાં જોવા મળશે સ્ટાર્સનો મેળો

બોલિવૂડમાં કલ્ટ સ્ટેટસ મેળવી ચૂકેલી કોમેડી ફ્રેન્ચાઈઝી 'Welcome' ના ચાહકો માટે એક શાનદાર સમાચાર આવ્યા છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ મેકર્સ દ્વારા આ સિરીઝની ત્રીજી ફિલ્મ 'Welcome To The Jungle' નું સત્તાવાર ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ અગાઉ રિલીઝ થયેલા ફર્સ્ટ-લુક પોસ્ટર બાદ આ ટીઝરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે, જે ફેન્સને હસાવવા માટે સંપૂર્ણ તૈયાર છે.

ટીઝરમાં જ શરૂ થઈ ગયું ડિસ્ક્લેમરનું પાગલપન

ફિલ્મનું ટીઝર એકદમ અનોખા અંદાજમાં શરૂ થાય છે. તેમાં સામાન્ય ડિસ્ક્લેમરને બદલે લખવામાં આવ્યું છે કે, "આ ફિલ્મના નિર્માણ દરમિયાન કોઈ પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવ્યો નથી... સિવાય કે થોડા ઘોડાઓ અને અમારા જેવા ગધેડાઓ." ટીઝરમાં જોવા મળે છે કે ગાઢ જંગલની વચ્ચે તમામ કલાકારો કોઈ મોટા ખજાના અથવા મોટી રકમની શોધમાં આડાઅવળા દોડી રહ્યા છે, જ્યાં કાં તો કોઈ શિકારી છે અથવા તો કોઈ પોતે શિકાર બની રહ્યું છે.

અક્ષય કુમારની કોમેડી ઝોનમાં ધમાકેદાર વાપસી

અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર આ ટીઝર શેર કરતા લખ્યું છે કે, "પાગલપનનું સ્વાગત છે, હાસ્યનું સ્વાગત છે, ક્રેઝી અંધાધૂંધીનું સ્વાગત છે અને વેલકમ યુનિવર્સના સૌથી ક્રેઝી પ્રકરણનું સ્વાગત છે." આ સાથે જ તેણે સત્તાવાર જાહેરાત કરી છે કે ફિલ્મ આગામી June 26, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ઉપરાંત, ફિલ્મનું મોસ્ટ અવેટેડ ટાઇટલ ટ્રેક આગામી સોમવારે એટલે કે May 18 ના રોજ રિલીઝ કરવામાં આવશે.

ઉદય શેટ્ટી અને મજનૂ ભાઈ વિના પણ સ્ટાર્સનો મેળો

નિતેશ તિવારી અને અહેમદ ખાનના ડિરેક્શન હેઠળ બની રહેલી આ ફિલ્મમાં બોલિવૂડના મોટા કલાકારોની લાંબી ફોજ જોવા મળશે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, જોની લીવર, અરશદ વારસી, રાજપાલ યાદવ, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, આફતાબ શિવદાસાની, રવીના ટંડન, લારા દત્તા, જેકલીન ફર્નાન્ડીઝ અને દિશા પટણી મુખ્ય ભૂમિકામાં છે. જોકે, આ વખતે ફેન્સના ફેવરિટ ઉદય શેટ્ટી (નાના પાટેકર) અને મજનૂ ભાઈ (અનિલ કપૂર) આ ફિલ્મનો ભાગ નથી.

આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ, કાશ્મીર અને UAE જેવી લોકેશન્સ પર કરવામાં આવ્યું છે, અને આ અક્ષય કુમારની વર્ષ 2026 ની સૌથી મોટી ફેમિલી એન્ટરટેઇનર માનવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now