Home Entertainment Shah Rukh Khan Buys New Cadillac Escalade Luxury Suv Price Features

શાહરૂખ ખાને ખરીદી Rs 5 કરોડની બ્રાન્ડ ન્યૂ Cadillac Escalade : કિંગ ખાનના લક્ઝરી ગેરેજમાં ઉમેરાઈ અમેરિકાની SUV

Shah Rukh Khan bought a brand new Cadillac Escalade worth Rs 5 crore
Published by: Vaishnavi Pathak
Last Updated: May 16, 2026, 07:58 AM IST

મુંબઈના રસ્તાઓ પર જોવા મળ્યો કિંગ ખાનનો નવો અંદાજ, જાણો ભારતની આ સૌથી રેર કારની ખાસિયતો

બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાન તેના લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને મોંઘી વસ્તુઓના કલેક્શન માટે જાણીતા છે. મન્નત જેવા આલીશાન બંગલા બાદ હવે કિંગ ખાને પોતાના કાર કલેક્શનમાં એક એવો નવો મોંઘો 'બીસ્ટ' ઉમેર્યો છે, જેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. શાહરૂખ ખાન તાજેતરમાં જ મુંબઈના રસ્તાઓ પર એક ચમકતી બ્લેક કલરની Cadillac Escalade SUV ચલાવતો જોવા મળ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

પ્રાઈવેટ ઈમ્પોર્ટના કારણે કિંમત Rs 5 કરોડ પર પહોંચી

Cadillac એક અમેરિકન ઓટોમોબાઈલ બ્રાન્ડ છે અને તે સત્તાવાર રીતે ભારતમાં પોતાની કાર વેચતી નથી. આથી શાહરૂખ ખાને આ સ્પેશિયલ કારને અમેરિકાથી પ્રાઈવેટલી ઈમ્પોર્ટ (આયાત) કરાવી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કારની કિંમત આશરે $120,000 (અંદાજે Rs 1.15 કરોડ) છે, પરંતુ ભારતમાં લાવવા માટે 100% કસ્ટમ ડ્યુટી, શિપિંગ ચાર્જ, ટેક્સ અને લેફ્ટ-હેન્ડ ડ્રાઈવમાંથી રાઈટ-હેન્ડ ડ્રાઈવમાં કન્વર્ટ કરવાનો ખર્ચ ઉમેરતા ભારત પર તેની ઓન-રોડ કિંમત Rs 5 કરોડથી વધુ થઈ જાય છે.

ચાલતા-ફરતા મહેલ જેવી છે કારની ખાસિયતો

શાહરૂખ ખાને ખરીદેલી Cadillac Escalade તેના કદ અને લક્ઝરી માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે.

  • આ કારમાં 6.2-litre નું શક્તિશાળી V8 એન્જિન છે, જે 682 bhp નો પાવર જનરેટ કરે છે.

  • ગાડીની અંદર 55-inch નું વિશાળ વળાંકવાળું OLED ડિસ્પ્લે આપેલું છે.

  • મનોરંજન માટે તેમાં 42 સ્પીકર્સ ધરાવતું હાઈ-એન્ડ AKG ઓડિયો સિસ્ટમ છે.

  • તે સિવાય કારમાં મસાજ ફીચરવાળી વેન્ટિલેટેડ સીટ્સ અને એક નાનું રેફ્રિજરેટર (ફ્રિજ) પણ છે.

કિંગ ખાનનું કરોડોનું કાર કલેક્શન

આ નવી કાર સિવાય શાહરૂખ ખાનના ગેરેજમાં દુનિયાની સૌથી મોંઘી ગાડીઓ સામેલ છે. તાજેતરમાં જ તેણે Rs 1.40 કરોડની Mercedes-Benz V-Class પણ ખરીદી હતી. આ સિવાય તેની પાસે આશરે Rs 10 કરોડની કિંમતની Rolls-Royce Cullinan Black Badge, Rolls-Royce Phantom Drophead Coupe, Bentley Continental GT અને સુરક્ષા માટે બુલેટપ્રૂફ Mercedes-Benz S-Class Guard પણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now