Home International Weird Jobs Around The World Dog Food Tester To Rental Boyfriend

એક એવી નોકરી જ્યાં લોકો માટે રડવા મળે છે પગાર : જાણી લો દૂનિયાની 5 આશ્ચર્યનજક નોકરીઓ

એક એવી નોકરી જ્યાં લોકો માટે રડવા મળે છે પગાર
Published by: OBS Bureau
Last Updated: Dec 29, 2024, 07:13 AM IST

એક સમય હતો જ્યારે માત્ર ડોક્ટર, એન્જિનિયર, પાઈલટ અને શિક્ષક જેવી નોકરીઓને જ વધારે મહત્વ આપવામાં આવતું હતું, પરંતુ સમય બદલાતા આખી દુનિયામાં અલગ-અલગ પ્રકારની નોકરીઓની શોધ થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે ઘણા દેશો પોતાના લોકોને આવી અજીબોગરીબ નોકરીઓની ઓફર કરે છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. આશ્ચર્યની વાત એ છે કે આ નોકરીઓમાં સારી આવક પણ મળે છે.

દુનિયાભરમાં કેટલીક એવી નોકરીઓ છે, જેના વિશે જાણીને તમે ચોક્કસથી માથું ખંજવાળવા લાગશો. આશ્ચર્યની વાત એ છે કે આ નોકરીઓ લોકોને સારી એવી રકમ પણ ચૂકવે છે.

પ્રોફેશનલ સ્લીપર ( Proffesional Sleeper) :
ફિનલેન્ડની એક હોટલમાં પ્રોફેશનલ સ્લીપર સ્ટાફને રાખવામાં આવે છે. આ કામમાં, વ્યક્તિ દરરોજ રાત્રે હોટલના દરેક રૂમમાં સૂઈ જાય છે અને બીજા દિવસે ત્યાં બેડની સમીક્ષા કરીને તે અંગેનો રિપોર્ટ પણ આપે છે.

રેન્ટલ બોયફ્રેન્ડ (Rental Boyfriend) :
ભારતમાં લોકો બોયફ્રેન્ડ બનાવવા માટે તલપાપડ થઈ જતા હોય છે, તો અનેક યુવતીઓ મહિલાઓ ઘણી જહેમત પણ ઉઠાવતી હોય છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે, જાપાનના ટોક્યો શહેરમાં બોયફ્રેન્ડ ભાડેથી ખરીદવામાં આવે છે. અહિંયા લોકો લોકો પોતાની એકલતા દૂર કરવા માટે આવું કરે છે. લોકો ભાડે રાખેલા બોયફ્રેન્ડ સાથે ફરે છે અને ચોક્કસ સમયગાળા માટે તેમના સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. જો કે જાપાન સિવાય આ ટ્રેન્ડ હવે અન્ય દેશોમાં પણ સામાન્ય બની રહ્યોં છે.

પ્રોફેશનલ સ્નગ્લર (Professional Snuggler):
આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો એકદમ એકલતા અનુભવવા લાગ્યા છે. એવામાં એકલતાને દૂર કરવા માટે ઘણા દેશોમાં પ્રોફેશનલ સ્નગલર્સને હાયર કરતા હોય છે. જેમને તમે એક કલાક માટે ગળે લગાવી શકો છો.

પ્રોફેશન શોક કરનાર (Professional Mourner):
દક્ષિણ-પૂર્વ એશિયાના ઘણા દેશોમાં, કેટલાક વ્યાવસાયિક રીતે શોક વ્યક્ત કરનારાઓને અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભાડે રાખવામાં આવે છે. જ્યાં તેઓ કોઈ વ્યક્તિ માટે રડીને દૂ:ખ વ્યક્ત કરીને પૈસા કરાય છે, આ પ્રોફેશનલ્સ અંતિમ સંસ્કારમાં રડવા માટે 8,000 રૂપિયા ચાર્જ કરતા હોય છે.


ડોગ ફૂડ ટેસ્ટર (Dog Food Taster) :
ડોગ ફૂડ ટેસ્ટરનું કામ ડોગ ફૂડ પ્રોડક્ટ્સનું પરીક્ષણ કરવાનું છે. તેમાં હાડકાં, માંસ અને બિસ્કિટનો સમાવેશ પણ સમાવેશ થાય છે. આ ખોરાક કૂતરાઓ માટે ખાવા માટે યોગ્ય છે કે નહીં તે તપાસીને તેનું પરીક્ષણ કરવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
શું વિશ્વભરમાં ઇન્ટરનેટ બંધ થઈ જશે?
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video