Weather Update: રાજ્યના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં જે આગાહી કરવામાં આવી હતી, તેનું સંક્ટ તો હાલ ટળી ગયું છે. પરંતુ એવું ના સમજતા કે કાતિલ ઠંડી હવે નહીં આવે. અંબાલાલ પટેલ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ભારે ઉથલપાથલ થવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવાથી ગરમીનો અનુભવ થશે તેમજ બે વસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી સમયમાં સક્રિય થઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી
હવામાન વિભાગે કહ્યું હજુ શિયાળો ગયો નથી સામાન્ય ગરમીનો અહેસાસ થવા લાગશે. ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોખમ તોળાઈ રહ્યું છે. હાલમાં અફઘાનિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈને સાઈક્લોનિક સર્ક્યુલેનશનમાં ફેરવાઈ ગયું છે. આ સાથે જ વધુ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યા છે. જેની અસર અમદાવાદ સહિત રાજ્યમાં જોવા મળી શકે છે. અમદાવાદમાં હવે ઠંડી વધી શકે છે. આ ઉપરાંત જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે.
વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં મોટો પલટો
અંબાલાલ પટેલે કહ્યું કે બીજી ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ફરી પાછી ઠંડી આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં મોટો પલટો આવશે. ખેડૂતો માટે આ સમયગાળો સાવચેતી રૂપ હોવાની આગાહી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ mm થી લઈને એક ઇંચ સુધી વરસાદ થઈ શકે છે.
ગુજરાતમાં નહીં આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
આઈએમડીના જણાવ્યાં મુજબ પશ્ચિમી ઈરાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. એક તાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 1 ફેબ્રુઆરીથી પશ્ચિમી હિમાલય ક્ષેત્રને પ્રભાવિત કરશે. જેનાથી જમ્મુ કાશ્મીર અને લદાખમાં ભારે વરસાદની સંભાવના છે. બરફવર્ષા પણ થશે.
ફેબ્રુઆરી મહિનામાં અનેક રાજ્યોમાં થશે વરસાદ
આ ઉપરાંત યુપી, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણામાં 29 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી વરસાદ પડશે. હિમાચલ પ્રદેશમાં 29 ફેબ્રુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે રાજસ્થાન, છત્તીસગઢમાં 3 ફેબ્રુઆરીના રોજ મધ્ય પ્રદેશમાં 2-3 ફેબ્રુઆરીના રોજ હળવાથી મધ્યમ વરસાદની વકી છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






