Gujarat Weather Update: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. આજે અમદાવાદમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે ભરશિયાળે હળવા વરસાદની આગાહી કરી છે. તો અનેક વિસ્તારમાં વાતાવરણમા પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી ફૂંકાતા પવનને લઈને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તેમજ નલિયા 5.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી:
મળતી માહિતી અનુસાર અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો છે. જેને લઈને કાતિલ ઠંડી પડી રહી છે. જોકે, હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. હિમાચલમાં તેમજ જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં વધારો થશે. એટલે કે ઠુંઠવાઈ જવાય એવી ઠંડી અને કોલ્ડવેવની પણ આગાહી કરી છે.
ઠંડી છેલ્લા પાંચથી સાત વર્ષનો રોકર્ડ તોડશે:
નોંધનીય છે કે, કોલ્ડ વેવના કારણે 31 ડિસેમ્બર સુધી શિયાળાની સૌથી વધુ ઠંડી પડી શકે છે. જ્યારે 5 થી 15 જાન્યુઆરી સુધી રાજ્યમાં તીવ્ર ઠંડીની આગાહી કરી છે. આ દરમિયાન ઠંડી છેલ્લા પાંચથી સાત વર્ષનો રેકોર્ડ તોડશે. પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ડાંગ જિલ્લાના વડુમાં કમોસમી વરસાદ બાદ ઠંડક પ્રસરી છે. પરંતુ બીજી તરફ ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે. કેરી, ચીકુ સહિતન પાકને નુકસાન થવાની ભીતી છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






