વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામ હુમલાના બદલા એટલે કે ઓપરેશન સિંદૂર પછી આજે પહેલી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું.
પાણી અને લોહી એક સાથે ના વહી શકે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં પાકિસ્તાનને સ્પષ્ટ સંકેત આપ્યો છે. આ સંકેત સિંધુ નદીના પાણીનો છે. જો પાકિસ્તાન પોતાની નાપાક હરકતો નહી સુધારે તો પાણી ભૂલી જવું પડશે.
હવે વાત થશે તો POK પર
પીએમ મોદીએ કહ્યું, "આજે હું વિશ્વ સમુદાયને એ પણ કહીશ કે, જો હું પાકિસ્તાન સાથે વાત કરીશ, તો તે ફક્ત આતંક પર જ થશે. જો હું પાકિસ્તાન સાથે વાત કરીશ, તો તે ફક્ત POK પર જ થશે."





