પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA) એ જાફર એક્સપ્રેસ ટ્રેનનું હાઇજેક કર્યું હતું, જેના કારણે પાકિસ્તાની સરકાર અને સેનામાં ખળભળાટ ફેલાયો હતો. BLA એ દાવો કર્યો હતો કે તેમની પાસે 182 મુસાફરો હતા. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો સેના કાર્યવાહી કરશે તો 182 મુસાફરોની હત્યા કરી દઈશું. ચાલો જાણીએ કે BLA એ ટ્રેનનું હાઇજેક કેવી રીતે કર્યું. આ અંગેનો પહેલો વીડિયો સામે આવ્યો છે.
આ રીતે ટ્રેનનું કર્યું અપહરણ
બોલાનના માશ્કાફમાં ટ્રેનના રૂટ પર ટનલ નંબર 8 માં બલૂચ લિબરેશન આર્મીએ રેલ્વે ટ્રેક પર બોમ્બમારો કર્યા પછી જાફર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ પછી BLA લડવૈયાઓએ ગોળીબાર કર્યો, જેમાં ટ્રેન ડ્રાઈવર ઘાયલ થયો. બલુચિસ્તાન એક પથરાળ વિસતાર છે, જેના કારણે ત્યાં 17 ટનલ છે અને ટ્રેનોની ગતિ ઓછી હોય છે, જેનો BLA એ ફાયદો ઉઠાવ્યો.
BLA એ સેનાની કાર્યવાહીને નિષ્ફળ બનાવી
બલુચિસ્તાનમાં અલગતાવાદીઓ દ્વારા હુમલાનો ભય છે, તેથી સુરક્ષા દળના જવાનો ટ્રેનોમાં તૈનાત રહે છે. સૈનિકોએ BLA લડવૈયાઓ પર પણ ગોળીબાર કર્યો. આ એન્કાઉન્ટરમાં 11 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને પાકિસ્તાની સેનાની કાર્યવાહી નિષ્ફળ બનાવવામાં આવી. આ રીતે BLA એ ટ્રેનનું અપહરણ કર્યું અને ટ્રેનમાં સવાર 450 મુસાફરોમાંથી મોટાભાગના લોકોને છોડી મૂક્યા, જેમાં મહિલાઓ, બાળકો અને બલૂચ લોકોનો સમાવેશ થતો હતો. જોકે સેનાના સૈનિકોને બંધક બનાવવામાં આવ્યા હતા.
બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસનું અપહરણ કર્યું છે. ટ્રેનમાં લગભગ 500 મુસાફરો હતા. આ મુસાફરોમાં ISI અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ટ્રેન પર થયેલા હુમલાનો વીડિયો હવે સામે આવ્યો છે.
ટ્રેન ક્વેટાથી પેશાવર જઈ રહી હતી
ડોન ન્યૂઝના અહેવાલ મુજબ, જાફર એક્સપ્રેસ પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહી હતી ત્યારે બલુચિસ્તાનમાં ગોળીબાર થયો. બલુચિસ્તાન સરકારે સ્થાનિક અધિકારીઓને તાત્કાલિક કટોકટીના પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. રેલ્વે વિભાગે બચાવ કામગીરી માટે વધુ ટ્રેનો સ્થળ પર મોકલી છે.
ટ્રેન હાઇજેકિંગનો પહેલો વીડિયો સામે આવ્યો
આરોગ્ય વિભાગના પ્રવક્તા ડૉ. વસીમ બેગના જણાવ્યા અનુસાર ક્વેટા સિવિલ હોસ્પિટલમાં પણ કટોકટી જાહેર કરવામાં આવી છે. બેગે જણાવ્યું હતું કે તમામ કન્સલ્ટન્ટ્સ, ડોકટરો, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ અને પેરામેડિકલ સ્ટાફને હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા છે. આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આગ જોઈ શકાય છે અને ટ્રેનને આગળ વધતી જોઈ શકાય છે.






