logo-img
Want To Buy A Tata Sierra With A Salary Of 50000 Know Complete Finance Information

50,000 ની સેલરીમાં Tata Sierra ખરીદવી છે? : આ કાર પર માસિક EMI કેટલી આવશે? જાણો ફાઇનાન્સની સંપૂર્ણ માહિતી

50,000 ની સેલરીમાં Tata Sierra ખરીદવી છે?
Published by: Offbeat Team
| Last Updated: Feb 24, 2026, 11:26 AM IST

Tata Sierra : ટાટા મોટર્સે નવેમ્બર 2025 માં તેની સૌથી વધુ રાહ જોવાયેલી Sierra લોન્ચ કરી હતી. ટાટા સિએરાની ફ્યૂચરેસટીક ડિઝાઇન અને પ્રીમિયમ ફીચર્સને કારણે મોટી સંખ્યામાં પ્રેક્ષકોને આકર્ષિત કરી રહી છે. જો તમે આ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને સંપૂર્ણ કિંમત ચૂકવવાને બદલે EMI પસંદ કરો છો, તો તમારે આ કારનું સંપૂર્ણ ફાઇનાન્સ પ્લાન જાણવું જરૂરી છે.

Tata Sierra નું ફાઇનાન્સ

Tata Sierra Diesel નું Smart Plus વેરિઅન્ટને તેનું બેઝ મોડલ માનવામાં આવે છે. અમદાવાદમાં તેની અંદાજિત ઓન-રોડ કિંમત આશરે ₹12,98,889 છે. જો ગ્રાહકો ₹2 લાખનું ડાઉન પેમેન્ટ કરે છે અને બાકીની રકમ માટે પાંચ વર્ષ માટે 10 ટકા વાર્ષિક વ્યાજ દરે લોન લે છે, તો માસિક EMI આશરે ₹23,348 થશે. Pure Diesel વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત આશરે ₹14.49 લાખ છે, અને તેની ઓન-રોડ કિંમત આશરે ₹16,32,868 હોવાનો અંદાજ છે. ₹2 લાખના ડાઉન પેમેન્ટ અને પાંચ વર્ષની લોન સાથે, આ વેરિઅન્ટનો EMI આશરે ₹27,708 પ્રતિ માસ થાય છે. લોનની મુદત વધારવાથી માસિક EMI ઘટે છે, પરંતુ કુલ વ્યાજમાં વધારો થાય છે. વાસ્તવિક EMI તમારા ડાઉન પેમેન્ટ, વ્યાજ દર અને પસંદ કરેલા વેરિઅન્ટ પર આધાર રાખીને બદલાઈ શકે છે.

Tata Sierra ના ફીચર્સ

નવી Tata Sierra માં અનેક પ્રીમિયમ અને હાઇ-ટેક ફીચર્સ છે, જે તેને લક્ઝરી SUV તરીકે સ્થાપિત કરે છે. કારમાં ટ્રિપલ ડિસ્પ્લે સેટઅપ છે. જેમાં એક સ્ક્રીન ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર માટે, બીજી સેન્ટ્રલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ માટે અને ત્રીજી પેસેન્જર ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન છે. પેનોરેમિક સનરૂફ, LED હેડલાઇટ્સ, JBL ઓડિયો સિસ્ટમ અને વેન્ટિલેટેડ સીટો જેવા ફીચર્સ છે. આ SUVમાં 540-ડિગ્રી સરાઉન્ડ કેમેરા વ્યૂ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ અને વાયરલેસ મોબાઇલ ચાર્જિંગ સિસ્ટમ પણ સામેલ છે. સેફટી ફીચર્સમાં લેવલ-2 ADAS, ABS, EBD, ESC, હિલ આસિસ્ટ અને ISOFIX ચાઇલ્ડ એન્કરેજનો સમાવેશ થાય છે. ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) પણ આપવામાં આવેલ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now