યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે જો તેમના દેશમાં શાંતિની ખાતરી આપવામાં આવે અને યુક્રેનને NATOનું સભ્યપદ આપવામાં આવે તો તેઓ પદ છોડવા તૈયાર છે. ઝેલેન્સ્કીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે જો તેમનું રાજીનામું યુક્રેનના NATOના સભ્યપદના બદલામાં હોઈ શકે, તો તેઓ તેના માટે સહમત થશે. "હું NATO માટે યોગ્ય છું. જો હું NATOના સભ્યપદને સુરક્ષિત કરીશ, તો મારું મિશન પૂર્ણ થશે ".
જો કે, ઝેલેન્સ્કીએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેમને હટાવવા આસાન નહીં હોય. "માત્ર ચૂંટણી યોજવી પૂરતું નથી, તમારે મને તેમા ભાગ લેવાથી રોકવો પડશે અને તે થોડું મુશ્કેલ હશે. તેમનું આ નિવેદન એવા સમય પર આવ્યું જ્યારે સેનેટર લિન્ડસે ગ્રેહામ અને સ્પીકર માઇક જોનસન સહિત રિપબ્લિકન્સે શુક્રવારે ઓવલ ઓફિસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી બાદ રાજીનામું આપવા જણાવ્યું હતું
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી અંગે ઝેલેન્સ્કીનું નિવેદન
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી બ્રિટન જતાં પહેલા પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા. જેમા તેમણે જવાબ મજાકમાં કહ્યું કે તેઓ યુએસ રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામને યુક્રેનની નાગરિકતા આપી શકે છે. "હું લિન્ડસે ગ્રેહામને યુક્રેનની નાગરિકતા આપી શકું છું અને તે આપણા દેશનો નાગરિક બનશે", તેમણે ઉમેર્યું. પછી હું તેમને યુક્રેનના નાગરિક તરીકે રાષ્ટ્રપતિ કોણ બનવું જોઈએ તે વિષય પર સાંભળીશ. તે જ સમયે, ઝેલેન્સ્કીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે યુક્રેનના રાષ્ટ્રપતિની ચૂંટણી યુક્રેનમાં યોજાશે અને કોઈ અન્ય દેશમાં નહીં.
કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત અને સેન્ડ્રિંગહામની મુલાકાત
યુક્રેનના રાષ્ટ્રપતિએ બ્રિટનના કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કર્યા બાદ બેઠક થઈ હતી. ઝેલેન્સ્કીએ મુલાકાત પછી 90 મિનિટ સુધી પત્રકારો સાથે વાત કરી હતી. અગાઉ, તેમણે લંડનમાં એક સુરક્ષા શિખર સંમેલનમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે વિશ્વના ઘણા નેતાઓ સાથે યુક્રેનની સુરક્ષા અંગે ચર્ચા કરી હતી.





