Home International Volodymyr Zelensky Proposed Prisoners Exchange With Vladimir Putin

'હું રાજીનામું આપવા પણ તૈયાર : બસ યુક્રેનનો NATOમાં સમાવેશ થાય'

'હું રાજીનામું આપવા પણ તૈયાર
Published by: OBS Bureau
Last Updated: Feb 25, 2025, 05:05 AM IST

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયા-યુક્રેનિયન યુદ્ધના ત્રણ વર્ષે કિવમાં યોજાયેલી સમિટમાં એક મોટું નિવેદન આપ્યું હતું. "રશિયાએ યુક્રેનિયનોને મુક્ત કરવા જોઈએ. યુક્રેન તેના બદલામાં રશિયન્સને મુક્ત કરવા તૈયાર છે.

NATOના સભ્યપદના બદલામાં ઝેલેન્સ્કી રાજીનામું આપવા તૈયાર, અગાઉ, રવિવાર (23 ફેબ્રુઆરી, 2025) ના રોજ કિવમાં એક પત્રકાર પરિષદમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, "જો યુક્રેનમાં શાંતિ પુનઃસ્થાપિત થાય અને જો NATOના સભ્યપદ માટે મારું રાજીનામું જરૂરી હોય, તો હું તાત્કાલિક પદ છોડવા તૈયાર છું, પરંતુ બદલામાં યુક્રેનને NATOમાં સ્થાન મળવું જોઈએ". આ જાહેરાત રશિયા-યુક્રેન યુદ્ધના ત્રણ વર્ષ પછી કરવામાં આવી છે.

બંને દેશ વચ્ચે યુદ્ધને ત્રણ વર્ષ થઈ ગયા પરંતુ હુમલો હજુ પણ ચાલું છે. ઝેલેન્સ્કીની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનમાં ચૂંટણી યોજવાની વાત કરી રહ્યા છે. યુક્રેનમાં માર્શલ લો અમલમાં છે, જે હેઠળ ચૂંટણી યોજવી શક્ય નથી. ઝેલેન્સ્કીનું નિવેદન સ્પષ્ટ કરે છે કે તેમની પ્રાથમિકતા NATO સભ્યપદ મેળવવાની છે.

રવિવારે સવારે, ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે રશિયાએ શનિવારે રાત્રે યુક્રેન ઉપર 267 સ્ટ્રાઈક ડ્રોન છોડ્યાં હતાં. યુક્રેનની વાયુસેનાએ આમાંથી 138 ડ્રોનને તોડી પાડ્યા હતા. ત્રણ બેલિસ્ટિક મિસાઇલ પણ છોડવામાં આવી હતી. ક્રિવી રીહ શહેરમાં એક નાગરિકના મૃત્યુની પુષ્ટિ થઈ હતી. આ હુમલાને રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો ગણ્યો છે.


શું ઝેલેન્સ્કીનું રાજીનામું યુદ્ધનો અંત લાવશે?
યુક્રેન NATOના સભ્યપદ માટે લડી રહ્યું છે, પરંતુ રશિયાએ સતત તેનો વિરોધ કર્યો છે. ઝેલેન્સ્કીનું નિવેદન પશ્ચિમી દેશો અને NATOને મજબૂત સંદેશ મોકલી શકે છે. જોકે, શું તેમનું રાજીનામું ખરેખર યુદ્ધનો અંત લાવશે? તે હજુ સ્પષ્ટ નથી. તે જોવાનું બાકી છે કે NATO અને પશ્ચિમ કેવી પ્રતિક્રિયા આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ