Virat Kohli Supports Ameesha Patel: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. તાજેતરમાં એક જર્મન ઇન્ફ્લુએન્સરના ફોટો પર વિરાટના એકાઉન્ટ પરથી ‘લાઇક’ જોવા મળ્યું હતું, જેની તસવીરો વાયરલ થતા વિવાદ છેડાયો હતો. હવે આ મામલે બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલે વિરાટ કોહલીનો પક્ષ લીધો છે. ચાલો જાણીએ કે અભિનેત્રીએ શું કહ્યું?
અમીષા પટેલે આપ્યું રિએક્શન
તાજેતરમાં અમીષા પટેલ મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન જ્યારે પેપરાઝીએ તેને વિરાટ કોહલી સાથે જોડાયેલી આ વિવાદિત ઘટના વિશે સવાલ પૂછ્યો, ત્યારે શરૂઆતમાં તેને આ વિશે જાણકારી નહોતી. પરંતુ જ્યારે તેને સમગ્ર મામલો સમજાવવામાં આવ્યો ત્યારે તેણે જડબાતોડ જવાબ આપ્યો હતો. અભિનેત્રીએ કહ્યું, “કોઈની પોસ્ટ લાઈક કરવી શું પાપ છે? તેમની લાઈફ છે, તેમનું ઇન્સ્ટાગ્રામ છે અને તેમની મરજી છે. લોકોને તો બસ દરેક વાત પર ટ્રોલ જ કરવું હોય છે.”
આ પણ વાંચો: અજય દેવગનનું ઘર શિવશક્તિ : જાણો આ 60 Crore ના આલીશાન બંગલાની ખાસિયત
‘ટ્રોલ કરવું પાપ છે, લાઈક કરવું નહીં’
અમીષા પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, “લોકો પાસે બીજું કોઈ કામ નથી એટલે તેઓ ટ્રોલ કરે છે. કોઈના સારા કામને લાઈક કરવું એ તો સારી વાત છે ને, તો પછી આ વાત પર આટલી ચર્ચા કેમ થઈ રહી છે? ટ્રોલ કરવું પાપ છે, લાઈક કરવું નહીં.” અમીષા પટેલનો આ રિએક્શન વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને વિરાટ કોહલીના ફેન્સ અમીષાના આ નિવેદનની પ્રશંસા કરી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો?
વિરાટ કોહલી સાથે જોડાયેલો આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કોઈએ જર્મન ઇન્ફ્લુએન્સર લિઝ લાજ (Liz Laj) ના ફોટો નીચે વિરાટ કોહલીનું ‘લાઇક’ જોયું અને તેનો સ્ક્રીનશોટ વાયરલ કરી દીધો. આ સ્ક્રીનશોટ વાયરલ થતા જ લોકોએ વિરાટને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, હવે તે ઇન્ફ્લુએન્સરની પોસ્ટ નીચે વિરાટ કોહલીના એકાઉન્ટથી લાઈક જોવા મળી રહ્યું નથી.
આ પણ વાંચો: વિરાટ કોહલી ફરી ચર્ચામાં : વિરાટની એક 'લાઈક' એ સોશિયલ મીડિયા પર મચાવ્યો હોબાળો





