Home Sports Virat Kohli Close To Breaking 10 Records In Odi Series Against New Zealand

Virat Kohli ન્યુઝીલેન્ડ સામે ODI સિરીઝમાં 10 રેકોર્ડ્સ તોડવાની નજીક! : એક સિરીઝ, ત્રણ મેચ અને વિરાટ કોહલીના નામે લખાઈ શકે છે નવા કીર્તિમાન

Virat Kohli ન્યુઝીલેન્ડ સામે ODI સિરીઝમાં 10 રેકોર્ડ્સ તોડવાની નજીક!
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2026, 09:21 AM IST

Virat Kohli to create big records in India-New Zealand ODI series: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે. પહેલી મેચ વડોદરામાં, બીજી 14 જાન્યુઆરીએ રાજકોટમાં અને ત્રીજી અને અંતિમ વનડે 18 જાન્યુઆરીએ ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ વનડે સિરીઝ માત્ર એક સિરીઝ નથી, પરંતુ વિરાટ કોહલી માટે ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે. હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલી પાસેથી ફેન્સને ફરી એકવાર રનનો વરસાદ જોવા મળી શકે છે. જાણો આ સિરીઝમાં ક્યાં 10 મોટા રેકોર્ડ્સ વિરાટ કોહલીના નામે થશે.

જીતમાં સર્વોચ્ચ યોગદાન

વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામેની વનડે જીતમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાથી માત્ર 10 રન દૂર છે. માત્ર એક નાનકડી ઇનિંગ તેને આ લિસ્ટમાં ટોપ પર લાવી મૂકશે.

ઇન્ટરનેશનલ રનનો માઈલસ્ટોન

ક્રિકેટ જગતમાં પોતાની ધાક જમાવનાર વિરાટ કોહલી જો આ સિરીઝમાં 25 રન બનાવશે, તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 28,000 રન પૂરા કરનાર બેટ્સમેન બની જશે.

એશિયન ખેલાડી તરીકે નવો કીર્તિમાન

ન્યુઝીલેન્ડ સામે તમામ ફોર્મેટમાં થઈને 73 રન બનાવતાની સાથે જ વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામે 3000 ઇન્ટરનેશનલ રન પૂરા કરનાર બીજો એશિયન ખેલાડી બની જશે.

ભારતનો રન-મશીન

જો વિરાટ કોહલી આ ત્રણ મેચોમાં કુલ 94 રન નોંધાવશે, તો તે વનડે ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનીને સચિન તેંડુલકર જેવા દિગ્ગજને પાછળ છોડી શકે છે.

વિશ્વનો બીજો સૌથી સફળ બેટ્સમેન

ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની લિસ્ટમાં બીજા ક્રમે આવવા માટે કોહલીને માત્ર 42 રનની જરૂર છે. ન્યુઝીલેન્ડ સામેની આ સિરીઝ તેને આ ગૌરવ અપાવી શકે છે.

નંબર-3 પોઝિશનનો બાદશાહ

વનડે ક્રિકેટમાં ત્રીજા ક્રમે બેટિંગ કરતા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હવે વિરાટ કોહલીની ખૂબ નજીક છે. આ માટે તેને માત્ર 227 રનની જરૂર છે, જે તેના વર્તમાન ફોર્મને જોતા આ રેકોર્ડ આ જ સિરીઝમાં તૂટી શકે છે.

વનડે ફોર્મેટમાં વર્લ્ડ રેકોર્ડ

જો વિરાટ કોહલી આ સિરીઝમાં બેટિંગમાં શાનદાર પર્ફોમન્સ આપીને કુલ 314 રન બનાવે છે, તો તે ODI ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે વિશ્વમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.

સેન્ચુરીઓનો કિંગ

વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે અત્યાર સુધી ઘણી સેન્ચુરીઓ ફટકારી છે, પરંતુ જો વિરાટ કોહલી આ સિરીઝમાં એક સેન્ચુરી ફટકારે છે, તો તે ન્યુઝીલેન્ડ સામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સેન્ચુરી લગાવનાર બેટ્સમેન બની જશે.

હોમ ગ્રાઉન્ડ પર દબદબો

ભારતીય પીચો પર વિરાટ કોહલી હંમેશા ખતરનાક સાબિત થાય છે. આ સિરીઝમાં 350 રન બનાવીને તે ઘરઆંગણે રમાતી વનડે મેચોમાં દુનિયાનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની શકે છે.

ઇનિંગ્સનો રેકોર્ડ

ભારત જીતેલી હોય તેવી વનડે મેચોમાં સૌથી વધુ રન બનાવવાનો શ્રેય મેળવવા માટે વિરાટ કોહલીને 128 રનની જરૂર છે. આ રેકોર્ડ દર્શાવે છે કે, વિરાટ કોહલીના રન ટીમની જીત માટે કેટલા મહત્વના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now