Home Sports Virat Kohli Becomes Number 2 Batsman In Icc Odi Rankings

ICC ODI રેન્કિંગમાં Virat Kohli નંબર 2 બેટ્સમેન બન્યો! : ODI રેન્કિંગમાં ટોપ 5 માંથી 3 ભારતીય ખેલાડીઓ

ICC ODI રેન્કિંગમાં Virat Kohli નંબર 2 બેટ્સમેન બન્યો!
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 10:23 AM IST

Virat Kohli, Latest ODI Rankings: ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી ODI રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI સીરિઝમાં કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી, જેમાં તેને બે સેંચુરી ફટકારી હતી. કોહલીએ બે સેંચુરી અને એક હાફ-સેંચુરી ફટકારીને ODI ક્રિકેટમાં ધૂમ મચાવી હતી. સાઉથ આફ્રિકા સામેના તેના શાનદાર પ્રદર્શનનો ફાયદો કિંગ કોહલીને થયો છે. હવે, 773 રેટિંગ પોઈન્ટ મેળવ્યા પછી વિરાટ કોહલી નંબર 2 પર પહોંચી ગયો છે. એપ્રિલ 2021 માં પાકિસ્તાનના બાબર આઝમે વિરાટ કોહલીને ODI બેટ્સમેનોની લિસ્ટમાંથી નંબર 1 પર દૂર કર્યા પછી, ક્યારે પણ વિરાટ કોહલી નંબર 1 પર રહ્યો નથી. પરંતુ સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI સીરિઝમાં ભારત માટે શાનદાર પ્રદર્શન પછી, ફરી એકવાર વિરાટ કોહલી ટોપના સ્થાનની નજીક પહોંચ્યો છે. રોહિત શર્મા નવી ODI બેટિંગ રેન્કિંગમાં પણ નંબર 1 છે.

રોહિત શર્મા નંબર 1 પર યથાવત

વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચમાં 302 રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. અને તેને નવી ODI રેન્કિંગમાં પુરસ્કાર મળ્યું છે. રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામે 3 મેચની સીરિઝમાં 146 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા સામેની ODI સીરિઝ પહેલા રોહિત શર્મા 781 પોઇન્ટ્સ સાથે નંબર વન હતો. અને સાઉથ આફ્રિકા સામેની ODI સીરિઝ પછી રોહિત શર્મા 781 પોઇન્ટ્સ સાથે નંબર વન છે. જ્યારે વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામેની ODI સીરિઝ પછી 773 પોઇન્ટ્સ સાથે નંબર 2 પર આવી ગયો છે.

બીજા ક્યાં ભારતીય ખેલાડીને ODI રેન્કિંગમાં પ્રગતિ મળી?

ભારતીય ટીમ હવે જાન્યુઆરીમાં એક ODI સીરિઝ રમવાની છે. ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ODI સીરિઝ રમશે. સીરિઝની પહેલી મેચ 11 જાન્યુઆરીએ રમાશે. આ સીરિઝમાં પણ બધાની નજર કોહલી અને રોહિત પર રહેશે, કારણ કે બંને બેટ્સમેન ODI બેટિંગમાં ટોપના સ્થાન માટે સ્પર્ધા કરશે. આ અઠવાડિયાના અપડેટેડ ODI રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો કરનાર કોહલી એકમાત્ર ભારતીય ખેલાડી ન હતો. તેનો સાથી ખેલાડી કે. એલ રાહુલે પણ ODI બેટ્સમેનોની લિસ્ટમાં પ્રગતિ કરીને ODI રેન્કિંગમાં 12 મા ક્રમે આવી ગયો છે.

પાંચમા નંબરે કેપ્ટન શુભમન ગિલ

ભારતીય વનડે કેપ્ટન શુભમન ગિલ પાંચમા નંબરે છે. પાકિસ્તાનનો બાબર આઝમ છઠ્ઠા નંબરે, આયર્લેન્ડનો હેરી ટ્રેક્ટર સાતમા નંબરે, વેસ્ટ ઈન્ડિઝનો શાઈ હોપ આઠમા નંબરે, શ્રીલંકાનો ચરિથ અસલંકા નવમા નંબરે અને ભારતનો શ્રેયસ ઐયર દસમા નંબરે છે. શ્રેયસ ઐયર એક સ્થાન નીચે ગયો છે. ઈજાને કારણે શ્રેયસ અને ગિલ સાઉથ આફ્રિકા વનડે સીરિઝનો ભાગ ન હતા. ક્વિન્ટન ડી કોક ત્રણ સ્થાન આગળ વધીને 13 મા સ્થાને પહોંચી ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now