Home Gujarat Villagers Angry Over Alcohol Adulteration In Dudha Rampura Patan

પાટણના દુધા રામપુરામાં દારૂના દૂષણથી ગ્રામજનોમાં રોષ : MLA કિરીટ પટેલને કરી ઉગ્ર રજૂઆત, કહ્યું 'યુવાનો મોતને ભેટી રહ્યા છે'

પાટણના દુધા રામપુરામાં દારૂના દૂષણથી ગ્રામજનોમાં રોષ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 10, 2026, 09:33 AM IST

Patan News : પાટણ જિલ્લાના પાટણ વિધાનસભા મત વિસ્તારના દુધા રામપુરા ગામમાં દારૂના દૂષણને લઈને ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. ગામમાં વધતા દારૂના દૂષણથી ત્રસ્ત થયેલા લોકોએ મત વિસ્તારના પ્રવાસ દરમિયાન આવેલા નેતાઓને ઘેરીને પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી.

દારૂના દૂષણ મામલે ગ્રામજનોએ કિરીટ પટેલને કરી રજૂઆત

ગામના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમર દેસાઈને ગ્રામજનોએ રોકીને દારૂના વેચાણ મામલે રજૂઆત કરી હતી. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગામમાં દારૂના કારણે યુવાનો મોતને ભેટી રહ્યા છે અને સામાજિક માહોલ બગડી રહ્યો છે. દારૂનું દૂષણ તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ કિરીટ પટેલ સમક્ષ લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરી હતી.

દારૂના દૂષણ સામે ગ્રામલોકોનો ઉગ્ર અવાજ

ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભાજપના નેતાઓ પણ આ જ મુદ્દે મેદાને ઉતર્યા હતા અને ગામમાં દારૂના દૂષણ સામે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ આજે કોંગ્રેસના ધારાસભ્યના પ્રવાસ દરમિયાન પણ ગ્રામજનોએ પોતાનો રોષ વ્યક્ત કરતાં નેતાઓને રોકીને રજૂઆત કરી હતી, જેથી સમગ્ર મુદ્દો રાજકીય તેમજ સામાજિક ચર્ચાનો વિષય બની ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now