Home Gujarat Vijay Rupani Death Anjali Rupani Arrives At Ahmedabad Airport Terminal

વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા : અંજલિ રૂપાણી પહોંચ્યા ગાંધીનગર

વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 13, 2025, 07:23 AM IST

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ગઈકાલે એટલે કે 12 જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં દુઃખદ નિધન થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર ૨૪૨ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાંથી માત્ર એક જ વ્યક્તિ બચી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાત અને દેશભરમાં શોકની લહેર ફેલાવી છે.

આજે સવારે વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી લંડનથી અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર પહોંચ્યાં હતાં. તેમનું સ્વાગત ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું. અંજલિ રૂપાણી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર ઘરે આવ્યા ત્યારે ભાવુક થઈ ગયા હતા. ગાંધીનગર સ્થિત ઘરની બહાર તેમની આંખો છલકાઈ ગઈ હતી. વિજય રૂપાણીના નિવાસસ્થાને ભાજપના કાર્યકરો અને સમર્થકો શોક વ્યક્ત કરવા માટે એકઠા થયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now