Home Sports Vijay Hazare Trophy Why Vaibhav Suryavanshi Was Dismissed After Scoring 190 Runs

વિજય હજારે ટ્રોફી; Vaibhav Suryavanshi એ 190 રન ફટકારીને થયો બહાર? : ઇતિહાસ રચનાર વિસ્ફોટક બેટ્સમેન હવે આગામી મેચોમાં જોવા નહીં મળે!

વિજય હજારે ટ્રોફી; Vaibhav Suryavanshi એ 190 રન ફટકારીને થયો બહાર?
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 06:13 AM IST

Vaibhav Suryavanshi: 14 વર્ષીય 'Son of Bihar' વૈભવ સૂર્યવંશીને આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ પુરસ્કાર સમારોહ રાજધાની દિલ્હીમાં આયોજિત કરવામાં આવ્યો છે. જેના માટે વૈભવ સૂર્યવંશી બુધવારે જ દિલ્હી પહોંચ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર સમારોહમાં બાળકોને સન્માનિત કરશે. આ પછી, PM નરેન્દ્ર મોદી પણ બધા બાળકોને મળશે. દિલ્હીમાં એવોર્ડ સમારોહમાં હાજરી આપવાને કારણે, વૈભવ સૂર્યવંશી વિજય હજારે ટ્રોફીની બાકીની મેચો રમી શકશે નહીં.

સૂર્યવંશી હવે વિજય હજારે ટ્રોફીની બાકીની મેચો રમી શકશે નહીં?

વિજય હજારે ટ્રોફીની પહેલી મેચમાં, વૈભવ સૂર્યવંશીએ અરુણાચલ પ્રદેશ સામે બિહાર માટે 84 બોલમાં 190 રન બનાવીને રેકોર્ડ બનાવ્યો હતો. સમારંભ પછી, આ ખેલાડી ભારતની બાકીની U19 ટીમમાં જોડાશે અને ઝિમ્બાબ્વે જશે તેવી અપેક્ષા છે કારણ કે, ટીમ 15 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા આગામી વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે. હાલમાં, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ વિજય હજારે ટ્રોફીમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી ધમાલ મચાવી હતી.

વૈભવ સૂર્યવંશીનું હાલનું પ્રદર્શન

તેને વિજય હજારે ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો, જેમાં પાકિસ્તાની ખેલાડીનો 39 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. તે હવે લિસ્ટ-A અને T20 ક્રિકેટમાં સેન્ચુરી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. આ પહેલા, વૈભવ સૂર્યવંશી U19 એશિયા કપમાં રમતો જોવા મળ્યો હતો. UAE સામેની પહેલી મેચમાં 171 રન બનાવ્યા પછી, વૈભવ સૂર્યવંશી બાકીની મેચોમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now