Home Gujarat Very Heavy Rainfall In Suarat City Weather Update

સુરતીલાલાઓએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે આવી હાલત થશે! : આકાશથી આફત બનીને વરસ્યો વરસાદ, તંત્રના પાપે ડૂબી ગઈ આખી 'ડાયમંડનગરી' જુઓ તસવીરો

સુરતીલાલાઓએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે આવી હાલત થશે!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 24, 2025, 01:14 PM IST

Surat Rainfall: છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધારે વરસાદ રાજ્યના સુરત જિલ્લામાં પડ્યો છે. સુરત પર આકાશથી વરસાદ જાણે આફત બનીને વરસી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતની મોટાભાગની સોસાયટીમાં હાલ વરસાદી પાણી ગરકાવ થઈ ગયા છે.



એટલું જ નહીં શહેરના મોટાભાગના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. SMCના 'સ્માર્ટ વર્ક'થી સ્માર્ટ સિટીની ગલીએ ગલીએ પાણી ભરાઈ ગયા છે. સીમાડા ખાડીનું પાણી પણ હવે લોકોના ઘરોમાં ઘુસી રહ્યું છે.


સુરતમાં રાજ્યનો સૌથી વધુ 13 ઈંચ વરસાદઃ
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે, ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન સુરત શહેરમાં રાજ્યનો સૌથી વધુ ૧૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર સુરત જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ૧૧ ઇંચ અને પલસાણા તાલુકામાં ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.


સુરતના ભાગળ વિસ્તારમાં પાણી ભરાવાને કારણે દુકાનો બંધ કરવાની ફરજ પડી છે. આ નિર્ણય તંત્રની સૂચના બાદ લેવામાં આવ્યો છે. ભાગળ સુરતના મુખ્ય બજારોમાંનો એક હોવાથી આના કારણે સામાન્ય જનજીવન અને વ્યવસાય પર અસર પડી છે.


સુરતમાં વિયર કમ કોઝવે સંપૂર્ણ રીતે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. કોઝવેની સામાન્ય સપાટી પાંચ મીટર છે. જ્યારે ભયજનક સપાટી 6 મીટર છે. હાલની કોઝવેની સપાટી 6.98 મીટર છે. કોઝવે પોતાની ભયજનક સપાટીથી ઉપર છે. કોઝવેનો સંપૂર્ણ માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. કોઝવેના માર્ગ પરથી પાણીનો ઘસમસતો પ્રવાહ જોવા મળ્યો છે.


સવાલ એ થાય છેકે, હજુ તો ગુજરાતમાં વરસાદની એન્ટ્રી જ થઈ છે ત્યારે આવી હાલત છે તો આગળ શું થશે. કારણકે, આ તો મેઘરાજાનું માત્ર ટ્રેલર છે, પિક્ચર અભી બાકી હૈ...સુરતીલાલાઓએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે વરસાદમાં તેમની આવી હાલત થશે! આકાશથી આફત બનીને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે જોતા સુરતી સ્થિતિ વધુ વણસી શકે છે.વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવને કારણે તંત્રના પાપે આખી 'ડાયમંડનગરી' ડૂબી ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now