Home Religion Venus Destructive Transit In 2025 Storms Will Come In The Lives Of These 3 Zodiac Signs

20 ડિસેમ્બરથી શુક્રનું મહાવિનાશક ગોચર : આ 3 રાશિઓના જીવનમાં આવશે ભયંકર તોફાન! શરુ થશે શુક્રનો મહાપ્રકોપ!

20 ડિસેમ્બરથી શુક્રનું મહાવિનાશક ગોચર
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 09:03 AM IST

Shukra Gochar 2025: 20 ડિસેમ્બર 2025, સવારે 7:31 વાગ્યે શુક્ર ધન રાશિમાં પ્રવેશ કરશે – કેટલીક રાશિઓ માટે સુખ-સમૃદ્ધિનો કારક ગ્રહ પણ આ વખતે પડકારરૂપ બની શકે છે . સુખ, વૈભવ, પ્રેમ અને સૌંદર્યનો ગ્રહ શુક્ર હાલ વૃશ્ચિક રાશિમાં ગોચર કરી રહ્યો છે અને કેટલીક રાશિઓને ખૂબ લાભ આપી રહ્યો છે. પરંતુ 20 ડિસેમ્બર 2025ના રોજ સવારે 7:31 વાગ્યે તે ધનુ રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર વૃષભ, કર્ક અને ધનુ રાશિના જાતકો માટે ખાસ્સું પડકારજનક રહેવાની શક્યતા છે. આ ત્રણેય રાશિઓએ નોકરી, વ્યવસાય, રોકાણ અને સંબંધોમાં વિશેષ સાવધાની રાખવી પડશે.

વૃષભ રાશિ

શુક્રનું ધનુમાં ગોચર વૃષભ રાશિના આઠમા ભાવમાં થશે. આનાથી વૈવાહિક અને વ્યક્તિગત સંબંધોમાં તણાવ વધી શકે છે. ભાવનાત્મક અસ્થિરતા, અનાવશ્યક ચિંતા અને માનસિક તણાવ રહેવાની શક્યતા છે. રોકાણ અને મુસાફરીથી દૂર રહેવું. નવા લોકો સાથે વ્યવહારમાં પણ સાવચેતી જરૂરી.

કર્ક રાશિ

આ ગોચર કર્ક રાશિના છઠ્ઠા ભાવમાં થશે. નાણાકીય મુશ્કેલીઓ, વ્યવસાયમાં મોટું જોખમ અને સંબંધોમાં અવિશ્વાસ વધી શકે છે. નવી ભાગીદારી કે શેરબજારમાં રોકાણથી નુકસાન થઈ શકે છે. સંબંધોમાં પારદર્શિતા અને પ્રમાણિકતા જાળવવી અત્યંત જરૂરી રહેશે.

ધન રાશિ

શુક્રનું પોતાની રાશિમાં (પ્રથમ ભાવમાં) ગોચર ધનુ રાશિના જાતકો માટે કામકાજમાં અવરોધો લાવી શકે છે. નોકરિયાત વર્ગને અચાનક જવાબદારીઓમાં ફેરફાર કે ટ્રાન્સફરનો સામનો કરવો પડે. વ્યવસાયિક લોકોને મોટું નુકસાન થઈ શકે છે. શેર માર્કેટ કે વાહન ખરીદીની યોજનાઓ હાલ મુલતવી રાખવી જ યોગ્ય રહેશે.

સલાહ: આ ત્રણેય રાશિના જાતકોએ 20 ડિસેમ્બર પછી મોટા નાણાકીય નિર્ણયો લેતા પહેલાં વડીલો કે જ્યોતિષીની સલાહ લેવી, શુક્રવારે શ્વેત વસ્તુઓનું દાન કરવું અને શુક્રના મંત્રોનો જાપ કરવો લાભકારી રહેશે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now