Home Sports Vaibhav Suryavanshis Sensational Century In The Under 19 Asia Cup

Vaibhav Suryavanshi ની અંડર-19 એશિયા કપમાં ધમાકેદાર સેંચુરી! : વૈભવના શિરે રેકોર્ડનો વધુ એક તાજ

Vaibhav Suryavanshi ની અંડર-19 એશિયા કપમાં ધમાકેદાર સેંચુરી!
Published by: OBS Bureau
Last Updated: Dec 12, 2025, 10:26 AM IST

Vaibhav Suryavanshi century: વૈભવ સૂર્યવંશીએ અંડર-19 એશિયા કપમાં UAE સામે માત્ર 56 બોલમાં સેંચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો. ACC મેન્સ અંડર-19 એશિયા કપમાં પોતાની તોફાની સેંચુરીની ઇનિંગ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વૈભવ સૂર્યવંશીએ મેન્સ અંડર-19 એશિયા કપમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે, જ્યારે વૈભવ સૂર્યવંશી અંડર-19 એશિયા કપમાં એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન પણ બની ગયો છે. પોતાની આ સેંચુરીની ઇનિંગમાં વૈભવ સૂર્યવંશીએ 14 છગ્ગા ફટકાર્યા છે. એશિયા યુથ/અંડર-19 કપ માટે એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ દરવેશ રસુલીના નામે હતો. દરવેશ રસુલીએ 2017 માં પોતાની 105 રનની ઇનિંગમાં 10 છગ્ગા ફટકાર્યા હતા.

વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો

અંડર-19 એશિયા કપમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ અફઘાનિસ્તાનના દરવેશ રસૂલીના નામે છે. દરવેશ રસૂલીએ કુલ 22 છગ્ગા ફટકાર્યા હતા. જોકે, વૈભવ સૂર્યવંશીએ એક જ ઇનિંગમાં 14 છગ્ગા ફટકારીને આ રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે, વૈભવ સૂર્યવંશી અંડર-19 એશિયા કપમાં કુલ 26 છગ્ગા ફટકારીને સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે.

વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

વૈભવ સૂર્યવંશી યુવા વનડેમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બન્યો છે. આમ કરીને તેને ઓસ્ટ્રેલિયાના માઈકલ હિલનો રેકોર્ડ તોડ્યો. હિલે યુવા વનડે ઇનિંગમાં કુલ 12 છગ્ગા ફટકાર્યા હતા. વૈભવ સૂર્યવંશીએ તેની 171 રનની ઇનિંગમાં 14 છગ્ગા ફટકાર્યા. વૈભવ સૂર્યવંશીએ માત્ર 95 બોલમાં 171 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા. માઈકલે 2008 માં નામિબિયા સામેની મેચમાં 12 છગ્ગા ફટકારીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

ભારતનો ફ્યુચર સ્ટાર, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી 2025 માં:

  • IPL માં સેંચુરી

  • IPL માં ભારતીય દ્વારા સૌથી ઝડપી સેંચુરી

  • ઇંગ્લેન્ડમાં યુવા વનડેમાં સેંચુરી

  • ઓસ્ટ્રેલિયામાં યુવા ટેસ્ટમાં સેંચુરી

  • India-A માટે 32 બોલમાં સેંચુરી

  • SMAT માં સેંચુરી

  • અંડર-19 એશિયા કપમાં ભારત માટે સેંચુરી

યુવા વનડેમાં ત્રીજી સૌથી ઝડપી સદી

વૈભવ સૂર્યવંશીએ 56 બોલમાં સેંચુરી ફટકારી, યુવા વનડેમાં ત્રીજી સૌથી ઝડપી સેંચુરીનો રેકોર્ડ બનાવ્યો. આ પહેલા વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ સામે માત્ર 52 બોલમાં સેંચુરી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી. આ સંદર્ભમાં બીજા ક્રમે પાકિસ્તાનનો કામરાન ગુલામ છે, જેને 53 બોલમાં પોતાની સેંચુરી પૂરી કરી હતી. વૈભવ સૂર્યવંશી બેટિંગથી સતત ધમાકેદાર પર્ફોર્મન્સ આપી રહ્યો છે. 2025 માં વૈભવ સૂર્યવંશીની આ છઠ્ઠી સેંચુરી છે. વધુમાં, વૈભવ સૂર્યવંશીની લિસ્ટ-A કારકિર્દીમાં આ બીજી સેંચુરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now