Vaibhav Suryavanshi SMAT century: 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર ધૂમ મચાવી દીધી છે. તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 માં મહારાષ્ટ્ર સામે સેંચુરી ફટકારી હતી. તેને 58 બોલમાં પોતાની કારકિર્દીની ત્રીજી T20 સેંચુરી પૂરી કરી. વૈભવ સૂર્યવંશીએ 61 બોલમાં 108 રન બનાવી નોટઆઉટ રહ્યો, જેમાં તેને 7 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા. તેની ઇનિંગથી બિહારે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે પૃથ્વી શોની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર ટીમ સામે 3 વિકેટે 176 રન બનાવ્યા.
વૈભવ સૂર્યવંશીના રેકોર્ડ્સ
આ સેંચુરી સાથે, વૈભવ સૂર્યવંશી 14 વર્ષની ઉંમરે ત્રણ T20 સેંચુરી ફટકારનાર વિશ્વનો પ્રથમ કિશોર બન્યો. તેને ફક્ત 16 T20 મેચ રમી છે. વૈભવ સૂર્યવંશીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેની પહેલી સેંચુરી ફટકારી. આ સાથે, વૈભવ સૂર્યવંશીએ તેની કારકિર્દીમાં વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી. માત્ર 14 વર્ષ અને 250 દિવસની ઉંમરે, તે SMAT માં સેંચુરી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટ્સમેન પણ બન્યો. આ ફોર્મેટમાં બિહાર માટે તેની ફક્ત પાંચમી મેચ હતી. વૈભવ સૂર્યવંશીએ અગાઉ IPL 2025 માં સેંચુરી ફટકારી હતી. ત્યારપછી, તેને એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં UAE સામે સેંચુરી ફટકારી હતી. આ મેચમાં તેના 144 રન T20 ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર છે.
વૈભવ સૂર્યવંશીની સૌથી સ્લો T20 સેંચુરી કઈ છે?
આ વૈભવ સૂર્યવંશીની સૌથી સ્લો સેંચુરી છે. તેને એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 માં UAE સામે માત્ર 32 બોલમાં પોતાની સેંચુરી પૂરી કરી. ભારતીય બેટ્સમેનોમાં આ સંયુક્ત રીતે ત્રીજી સૌથી ઝડપી સેંચુરી હતી. કતારમાં આયોજિત રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ દરમિયાન વૈભવ સૂર્યવાશીને તેની પહેલી ઇન્ડિયા-A કેપ મળી. તે ઇનિંગમાં, વૈભવ સૂર્યવંશીએ ક્રિસ ગેઇલના 175 રનના રેકોર્ડને તોડવા જઈ રહ્યો હતો, પરંતુ તે આખરે 13 મી ઓવરમાં 42 બોલમાં 144 રન બનાવીને આઉટ થઈ ગયો. તેની ઇનિંગમાં 15 છગ્ગા અને 11 ચોગ્ગાનો સમાવેશ થાય છે. એટલે કે, 42 બોલમાંથી 26 બોલ બાઉન્ડ્રી માટે ફટકારવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા શોટ્સ સ્ટેડિયમની બહાર ગયા હતા.
35 બોલમાં બે સેંચુરી ફટકારનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી
હકીકતમાં, તેના 144 રનમાંથી 134 રન (93.05%) બાઉન્ડ્રીથી આવ્યા હતા, અને ઇતિહાસમાં ફક્ત ત્રણ ખેલાડીઓ જ T20 મેચમાં ચોગ્ગા અને છગ્ગાથી આટલા રન બનાવી શક્યા છે. આ દરમિયાન, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી 35 બોલ કે તેથી ઓછા બોલમાં બે T20 સેંચુરી ફટકારનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન બન્યો. વૈભવ સૂર્યવંશીએ અગાઉ IPL 2025 માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે ગુજરાત ટાઇટન્સ સામે 35 બોલમાં સેંચુરી પૂરી કરી હતી.
વૈભવ સૂર્યવંશીએ 20 ઓવર બેટિંગ કરી
વૈભવ સૂર્યવંશીએ મહારાષ્ટ્ર સામે ઇનિંગની શરૂઆત કરી અને આખી 20 ઓવર બેટિંગ કરી. અન્ય બેટ્સમેનો ઝડપથી રન બનાવવામાં નિષ્ફળ ગયા, જેના કારણે બિહાર 200 રન સુધી પહોંચવામાં નિષ્ફળ ગયું. વૈભવ સૂર્યવંશી પછી, આકાશ રાજ 26 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. વૈભવ સૂર્યવશીએ રાજવર્ધન હંગરગેકર, જલજ સક્સેના અને અર્શીન કુલકર્ણી જેવા બોલરો સામે આ સેંચુરી ફટકારી.
16 ઈનિંગ્સમાં 3 T20 સેંચુરી
રસપ્રદ વાત એ છે કે, વૈભવ સૂર્યવંશીના કરિયરના 16 ઇનિંગ્સમાં, સૂર્યવંશીની ત્રણેય T20 સેંચુરી ત્રણ અલગ-અલગ ટીમો માટે આવી છે. IPL 2025 માં ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રોયલ્સ માટે માત્ર 35 બોલમાં જોરદાર સેંચુરી ફટકારીને તેમની વિસ્ફોટક બેટિંગે ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું. આ ઇનિંગ્સ સાથે, તે લીગના ઇતિહાસમાં સૌથી ઝડપી સેંચુરી ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો.
કિશોર વયે સૌથી વધુ T20 સેંચુરી
3 – વૈભવ સૂર્યવંશી (16 ઇનિંગ્સ)*
2 – ગુસ્તાવ મેકેન્ઝી (11 ઇનિંગ્સ)
2 – આયુષ મ્હાત્રે (10 ઇનિંગ્સ)
વૈભવ પણ આ રેકોર્ડ ધરાવે છે
વૈભવે IPL 2025 ના ઓક્શનમાં ઇતિહાસ રચ્યો હતો જ્યારે, 13 વર્ષની ઉંમરે, તે IPL કોન્ટ્રાક્ટ મેળવનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો હતો. તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા ₹1.1 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.
તે અગાઉ ભારતની અંડર-19 ટીમનો ભાગ હતો, જ્યાં તેને ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે 4 દિવસીય મેચમાં 58 બોલમાં સેંચુરી ફટકારી હતી. તે ACC અંડર-19 એશિયા કપ 2024 ની ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમનો પણ ભાગ હતો, જેમાં તેને 44 ની એવરેજથી 176 રન બનાવ્યા હતા.
વૈભવ સૂર્યવંશીના નામે એક ત્રિપલ સેંચુરી (નોટઆઉટ 332) પણ છે, જે તેને બિહારમાં અંડર-19 રણધીર વર્મા ટુર્નામેન્ટમાં ફટકારી હતી.
મહારાષ્ટ્રે 5 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરીને 3 વિકેટે મેચ જીતી લીધી. કેપ્ટન પૃથ્વી શોએ માત્ર 30 બોલ રમીને 66 રન બનાવ્યા. તેને 11 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો.





















