Home Gujarat Vadodaras Kamatibagh Zoo Lioness Samuddhi Dies Of Cobra Bite

વડોદરા ઝૂમાં દુઃખદ ઘટના : સમ્રાટ પછી સમૃદ્ધિ પણ ગઈ, કોબ્રાના ડંખથી સિંહણનું મોત; પી.એમ બાદ મૃતદેહને અગ્નિદાહ અપાયો

વડોદરા ઝૂમાં દુઃખદ ઘટના
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 04:53 AM IST

વડોદરા: વડોદરાના કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. ઝૂની પ્રિય સિંહણ 'સમૃદ્ધિ'નું કોબ્રા સાપના ડંખ બાદ લાંબી સારવાર પછી દુ:ખદ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

ગયા સોમવારે (15 ડિસેમ્બર) સમૃદ્ધિના પિંજરામાં અચાનક કોબ્રા સાપ ઘૂસી ગયો હતો. સમૃદ્ધિ આરામ કરી રહી હતી ત્યારે કોબ્રાએ તેના પર હુમલો કર્યો હતો. આ ઝપાઝપી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં કોબ્રા ફેણ ફેલાવીને આક્રમણ કરે છે અને સમૃદ્ધિ પંજા મારીને પ્રતિકાર કરે છે. આ જંગમાં કોબ્રાએ સમૃદ્ધિને મોઢાના ભાગે ડંખ માર્યો, જ્યારે કોબ્રાને પણ ઈજા થઈ હતી. વન વિભાગની ટીમે કોબ્રાને રેસ્ક્યૂ કરી સારવાર અર્થે ખસેડાયો હતો.

તાત્કાલિક સારવાર છતાં 5 દિવસની લડત બાદ અંત

ઘટનાની જાણ થતાં જ ઝૂ સ્ટાફે સમૃદ્ધિને બૂમો પાડીને અલગ કરી અને અન્ય પિંજરામાં ખસેડી તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. કોબ્રાએ ડંખ માર્યા બાદ સિંહણની તબિયત લથડી હતી. તેની તાત્કાલિક સારવાર શરૂ કરી ઝેર વિરોધી રસી (એન્ટી વેનમ)ના એક પછી એક 12 ડોઝ અપાયા હતા. એક તબક્કે સિંહણની તબિયતમાં સુધારો થયો અને તેની લાળ પડવાનું બંધ થયું હતું. જોકે શુક્રવારે બપોરે તેને બોટલ ચઢાવવામાં આવી રહ્યા હતા. દરમિયાન ખેંચ આવતાં તેનું મોત થયું હતું. રસીના 12 ડોઝ બાદ પણ સિંહણ સમૃદ્ધિને બચાવી શકાઈ ન હતી. એક તબક્કે તબિયતમાં સુધારો દેખાયો હતો, પરંતુ બોટલ ચઢાવતી વખતે અચાનક ખેંચ આવતાં સમૃદ્ધિનું મોત થયું હતું.

સિંહણના મૃતદેહને અગ્નિદાહ અપાયો

આ બાબતે શિડયુઅલ વન અને ટુના પ્રાણી હોવાથી પ્રોટોકોલ મૂજબ પહેલા પ્રાણીનું મોત થયા તો પીએમ કરવામાં આવે છે અને પીએમ થયા બાદ અગ્નિદાહ દેવામાં આવતો હોય છે, મહત્વની વાત તો એ છે કે, સિંહણનું મોત થવાથી ફકત ઝૂ સ્ટાફ નહી પરંતુ વડોદરાના શહેરીજનોમાં પણ શોકની લાગણી પ્રસરી હતી.

સમૃદ્ધિ અને સમ્રાટની જોડીની દુઃખદ વિદાય

સમૃદ્ધિની ઉંમર માત્ર 6 વર્ષની હતી. તે અને તેના પાર્ટનર સમ્રાટની જોડી 2021ના ડિસેમ્બરમાં જૂનાગઢથી વડોદરા ઝૂમાં લાવવામાં આવી હતી. દુઃખની વાત એ છે કે, 2022માં સમ્રાટનું પણ મોત થયું હતું. આ ઘટનાએ ઝૂ સ્ટાફ અને પ્રાણીપ્રેમીઓમાં ગહન શોક ફેલાવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now