Home Gujarat Vadodara Navrachana School Bomb Threat Police Bomb Squad On Spot

Bomb Threat : વડોદરાની સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે તપાસ હાથ ધરી

Bomb Threat
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2025, 06:55 AM IST

વડોદરા: આજે સવારે ભાયલીના નવરચના સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા દિલ્હીમાં ઘણી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. જો કે, ત્યાં પોલીસ તપાસમાં કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી નહોતી.

વડોદરા શહેરમાં ત્રણ જગ્યાએ નવરચના સ્કૂલ આવેલી છે. જ્યારે નવરચના સ્કૂલને ધમકી ભર્યો ઈમેલ મળ્યો ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારબાદ પોલીસ સ્કૂલ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. સમાં વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલમાં પણ પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. જો કે, પોલીસ તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. મળતી માહિતી અનુસાર ભાયલી નવરચના સ્કૂલના આચાર્ય કાશ્મીરા જૈશવાલને સવારે 5 વાગે ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો.



પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

આ ઈમેલમાં સ્કૂલની પાઇપ લાઈનમાં બૉમ્બ મુક્યાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ નવરચનાની ભાયલી અને સમાં વિસ્તારની કુલ 3 સ્કૂલમાં 3 કલાક સુધી ચેકિંગ કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી, પી.સી.બી, બી.ડી.એસ સહિતના સ્ટાફે ચેકીંગ હાથ ધર્યું હતું. શાળાના દરેક કલાસ,ઓફિસ, પાઇપ લાઈન, ડ્રેનેજ લાઈન સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જ્યારે બીજી તરફ જે ઈમેલ આવ્યો હતો તે મામલે સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે. પરંતુ કોઈ જ વાંધાજનક વસ્તુ ન મળતા પોલીસ અને શાળા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફ બોમ્બની ધમકીને પગલે બાળકો અને વાલીઓમાં ભયનો માહોલ ન બને તે હેતુથી શાળા બંધ રાખવામાં આવી હતી.


શાળામાં આજે રહેશે બંધ

નવરચના સ્કૂલના મેનેજર બીજુ કુરિયરે નિવેદન આપ્યું છે. તેમણ જણાવ્યું કે, તમિલનાડુથી ધમકી ભર્યો ઈ-મેલ આવ્યો હતો. પાઇપલાઇનમાં ટાઇમર બોમ્બ મુક્યો હોવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે ત્રણથી ચાર કલાક 3 નવરચના શાળાનું ચેકિંગ કર્યું હતુ. તમામ પાણીની પાઇપલાઇન, ગેસ લાઇન, ડ્રેનેજ લાઈન સહિત તમામ ચેકિંગ હાથ ધરાયું હતું. બી.ડી.એસ, ડોગ સકોર્ડ, સહિત પોલીસ અધિકારીઓએ ચેકિંગ કર્યું હતું. શાળાના તમામ ક્લાસરૂમ પણ ચેક કરાયા હતા. જો કે, કોઈ જ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. આજે શાળામાં રજા આપી દેવામાં આવી છે, આવતીકાલથી શાળા રાબેતા મુજબ કાર્યરત રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now