Home Gujarat Vadodara Vadodara Koradiya Undera Road Pit Car Legal Notice Vmc

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ગુનાહિત બેદરકારી : કરોડિયા રોડ પર મોત સમાન ખાડામાં કાર ખાબકતા તંત્રને રૂ. 8 લાખની કાનૂની નોટિસ, કોર્ટમાં ઢસડી જવાની ચીમકી

ખાડો દર્શવાતું દ્રશ્ય
Published by: Chintan Chavda
Last Updated: Jul 15, 2026, 06:05 AM IST

વડોદરા શહેરમાં વહીવટી તંત્ર અને રોડ વિભાગની ઘોર લાપરવાહી હવે નાગરિકોના જીવ અને મિલકત માટે જોખમરૂપ સાબિત થઈ રહી છે. કરોડિયા-ઉંડેરા રોડ પર કોર્પોરેશન દ્વારા ખોદાયેલા જીવલેણ ખાડામાં એક કાર ખાબકવાની ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. તંત્ર દ્વારા સુરક્ષાના નિયમોના લીરેલીરા ઉડાડીને કરવામાં આવેલા આ ખુલ્લા ખોદકામના કારણે કાર માલિકને રૂ. 8 લાખનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ મામલે જાગૃત કાર માલિકે મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સામે મોરચો માંડી કાનૂની નોટિસ ફટકારતા પાલિકાની કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: ગૃહિણીઓનું બજેટ ફરી ખોરવાયું : સિંગતેલના ભાવમાં ₹50નો થયો વધારો, અન્ય ખાદ્યતેલ પણ થયા મોંઘાં

2 જૂનની ઘટનામાં સુરક્ષા વ્યવસ્થા અંગે ઉઠ્યા પ્રશ્નો

આ ગંભીર ઘટના ગત 2 જૂનના રોજ બની હતી. કરોડિયા-ઉંડેરા રોડ પર કોર્પોરેશનના રોડ વિભાગ દ્વારા મસમોટો ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં વાહનચાલકોની સુરક્ષા માટે કોઈ સાઈન બોર્ડ, રિફ્લેક્ટર કે બેરિકેડિંગની પ્રાથમિક વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. તંત્રના આ પાપના કારણે રાત્રિના અંધારામાં પસાર થઈ રહેલી કાર સીધી આ ઊંડા ખાડામાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને અંદાજે રૂ. 8 લાખનું વ્યાપક નુકસાન થયું હતું. સદનસીબે કાર ચાલકનો જીવ બચી ગયો હતો, નહિતર તંત્રની આ લાપરવાહી કોઈનો જીવ લઈ શકી હોત.

15 દિવસમાં વળતર ચૂકવવાની માંગ

અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધવા જેવી સ્થિતિ: 15 દિવસમાં 8 લાખ ચૂકવો, નહીંતર કોર્ટમાં ઘસડી જઈશું. કોર્પોરેશનની આ આંધળી નીતિથી રોષે ભરાયેલા કાર માલિક કૃણાલ પટેલે આ મામલાને હળવાશથી ન લેતા એડવોકેટ કિંજલ ચૌહાણ મારફતે મ્યુનિસિપલ કમિશનર અને રોડ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને કાયદાકીય નોટિસ ફટકારી છે.

આ પણ વાંચો: વડોદરામાં વ્યાજખોરોનો આતંક : રૂ. 6 લાખ સામે રૂ. 34 લાખ વસૂલ્યા, કાર પણ આંચકી લીધી

કાનૂની નોટિસમાં આક્રોશ સાથે જણાવવામાં આવ્યું છે કે, અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે જ આ અકસ્માત સર્જાયો છે, તેથી કારને થયેલું રૂ. 8 લાખનું નુકસાન આગામી 15 દિવસમાં ચૂકવી દેવામાં આવે. જો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નિર્ધારિત સમયમાં વળતર નહીં ચૂકવે, તો અધિકારીઓ સામે દીવાની અને ફોજદારી રાહે કોર્ટના પગથિયાં ચડવાની અને કાયદાના સકંજામાં લેવાની સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે. તંત્રની આ ગુનાહિત લાપરવાહી સામે નાગરિકનો આ આક્રોશ સોશિયલ મીડિયા અને શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

કાર માલિકે એડવોકેટ મારફતે મ્યુનિસિપલ કમિશનર અને રોડ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને કાનૂની નોટિસ ફટકારી છે. જો 15 દિવસમાં વળતર નહીં મળે, તો અધિકારીઓ સામે દીવાની અને ફોજદારી રાહે કોર્ટમાં કેસ કરવાની ચીમકી આપવામાં આવી છે.

આ અકસ્માતમાં કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા, જેના કારણે કાર માલિકને અંદાજે રૂ. 8 લાખનું આર્થિક નુકસાન થયું છે. કાર માલિક કૃણાલ પટેલે કાનૂની નોટિસ દ્વારા આગામી 15 દિવસમાં આ વળતર ચૂકવવાની માંગ કરી છે.

કોર્પોરેશન દ્વારા ખાડો ખોદ્યા બાદ ત્યાં વાહનચાલકોની સુરક્ષા માટે કોઈ પણ પ્રકારના સાઈન બોર્ડ, રિફ્લેક્ટર કે બેરિકેડિંગ જેવી પ્રાથમિક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

વડોદરાના કરોડિયા-ઉંડેરા રોડ પર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ વિભાગ દ્વારા ખોદવામાં આવેલા એક ઊંડા ખાડામાં કાર ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના 2 જૂનના રોજ રાત્રિના સમયે બની હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now