Home Gujarat Vadodara Vadodara Halol Highway Bus Truck Accident Preet Family Heartbreaking Story

"દીકરા, હું પાકીટ ભરીને રૂપિયા લાવી, તું પાછો આવી જા..." : કાળજા કંપાવતો વિલાપ: પીએમ રૂમ બહાર રુદન જોઈ હોસ્પિટલમાં સન્નાટો વ્યાપી ગયો

Vadodara News
Published by: Viral Patel
Last Updated: Jun 18, 2026, 04:18 AM IST

Vadodara News: હાલોલ-વડોદરા હાઇવે પર કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલા એક અત્યંત ભયાવહ અકસ્માતમાં ડ્રાઇવર અને ક્લીનર સહિત કુલ ૮ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે બસમાં સવાર અન્ય તમામ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ ગમખ્વાર અકસ્માતે કેટલાય હસતા-રમતા પરિવારોનો માળો વિંખી નાખ્યો છે. હોસ્પિટલના પીએમ રૂમ બહાર સ્વજનોના હૈયાફાટ રુદનથી પથ્થર હૃદયના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

માતાની નજર સામે વ્હાલસોયાનો જીવ ગયો

રાજસ્થાનના ડુંગરપુરના વતની પાયલબેન પોતાના 9 વર્ષના દીકરા પ્રીતને સુરતમાં ભણાવતા હતા. પતિ હિતેશભાઈ કુવૈતમાં નોકરી કરે છે અને માતા સુરતમાં ઘરકામ કરીને દીકરાનું ભવિષ્ય બનાવતા હતા. પ્રીત બીમાર હોવાથી તેની સારવાર કરાવીને બંને લક્ઝરી બસમાં સુરત પરત ફરી રહ્યા હતા, ત્યારે જ કાળ આંબી ગયો. માતાની નજર સામે જ માસૂમ પ્રીતનું પ્રાણપંખેરું ઊડી ગયું. ઇજાગ્રસ્ત માતા હોસ્પિટલના બિછાનેથી 'દીકરા... દીકરા...' કહી આક્રંદ કરી રહી છે.

ગુજરાતમાં નવી ઇન્ડસ્ટ્રીઝ પોલિસી જાહેર: વૈશ્વિક રોકાણકારો માટે ખુલશે પ્રગતિના દ્વાર, APMC કર્મચારીઓ માટે બોનસની મોટી જાહેરાત

"હું પાકીટ ભરીને રૂપિયા લાવી, તું પાછો આવી જા..."

પીએમ રૂમ બહાર પ્રીતની માસી રોશનીબેનના આક્રંદે હોસ્પિટલમાં સન્નાટો પાથરી દીધો હતો. તેઓ મૃતદેહ જોઈને ચોધાર આંસુએ વિલાપ કરતા બોલ્યા, "દીકરા, હું પાકીટ ભરીને રૂપિયા લાવી તારા માટે, તું પાછો આવી જા..." આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

બે પરિવારોએ મોભી ગુમાવ્યા

અકસ્માતમાં છેલ્લા ૨૦ વર્ષથી ડ્રાઇવિંગ કરતા લક્ઝરી બસના ડ્રાઇવર મુકેશભાઈનું મોત નીપજ્યું છે, જેઓ પોતાની ત્રણ દીકરીઓને નોંધારી મૂકી ગયા છે. જ્યારે તેમના મિત્ર અને ટ્રકના ક્લીનર સુરેશભાઈએ પણ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો, જેમને બે દીકરા છે. આમ, બે મિત્રોએ એક સાથે દુનિયા છોડી દીધી અને બે પિતાઓએ પોતાના ત્રણ-ત્રણ માસૂમ બાળકોને મૂકીને અનંતની વાટ પકડી લીધી છે.

ચોમાસું મુંબઈમાં જ અટક્યું! ગુજરાતમાં ચોમાસા માટે હજુ જોવી પડશે રાહ: જાણો અંબાલાલે ક્યારથી ભાખી વરસાદની અસલી આગાહી

તમામ મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ સાંજે ભાવભીની આંખે તેમને વતન રાજસ્થાન રવાના કરવામાં આવ્યા હતા. કુવૈત રહેતા પ્રીતના પિતાને જાણ કરાતા તેઓ પણ વતન આવવા રવાના થયા છે. આ પરિવારો પાસે હવે જીવનભરનું ક્યારેય ન પુરાય તેવું દુઃખ અને આંસુ સિવાય કંઈ બચ્યું નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now