Home Gujarat Gujarat New Industrial Policy 2026 Investment Jobs Growth

ગુજરાતમાં નવી ઇન્ડસ્ટ્રીઝ પોલિસી જાહેર : વૈશ્વિક રોકાણકારો માટે ખુલશે પ્રગતિના દ્વાર, APMC કર્મચારીઓ માટે બોનસની મોટી જાહેરાત

Gandhinagar News
Published by: Viral Patel
Last Updated: Jun 18, 2026, 04:05 AM IST

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના સર્વાંગી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપતા કેટલાક પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે, જેની સત્તાવાર માહિતી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી હતી.

ચોમાસું મુંબઈમાં જ અટક્યું! ગુજરાતમાં ચોમાસા માટે હજુ જોવી પડશે રાહ: જાણો અંબાલાલે ક્યારથી ભાખી વરસાદની અસલી આગાહી

1. નવી ઇન્ડસ્ટ્રીઝ પોલિસી: ઉદ્યોગ જગતમાં ઉત્સાહનો માહોલ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે નવી ઇન્ડસ્ટ્રીઝ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. આ પોલિસીને કારણે ઉદ્યોગ જગત તરફથી ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. નવી પોલિસીના અમલીકરણથી ગુજરાતમાં સ્થાનિક તેમજ વિદેશી (FDI) રોકાણમાં નોંધપાત્ર વધારો થશે તેવી આશા છે. આ ઐતિહાસિક નિર્ણય બદલ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રાજ્યને ઔદ્યોગિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે વેપારીઓ અને ઉદ્યોગકારોને આ નવી પહેલ સાથે સક્રિય રીતે જોડાવા અપીલ કરવામાં આવી છે.

2. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની તૈયારીઓ

રાજ્યમાં શિક્ષણના સ્તરને સુધારવા અને ડ્રોપ-આઉટ રેટ ઘટાડવા માટે આગામી 23થી 25 જૂન દરમિયાન 'શાળા પ્રવેશોત્સવ'નું આયોજન કરવામાં આવશે. આ મહોત્સવમાં ધારાસભ્યો, સાંસદો અને વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પ્રત્યક્ષ હાજર રહીને બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કરશે. શાળામાં પ્રથમ વખત પગ મૂકતા ભૂલકાઓ માટે ઉત્સાહપૂર્ણ વાતાવરણ ઊભું કરાશે. જનસહયોગથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પ્રોત્સાહક ભેટો આપવામાં આવશે, જેથી બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ વધે.


ગુજરાત SEZ નિકાસે બનાવ્યો ₹3 લાખ કરોડનો ઐતિહાસિક રેકોર્ડ: 12 વર્ષમાં 67%નો જબરદસ્ત ઉછાળો!

3. ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને પર્યાવરણ સંરક્ષણ

ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને સજ્જ થવા માટે મુખ્યમંત્રીએ વિશેષ સૂચનાઓ આપી છે. કોઈપણ આપત્તિ કે તાત્કાલિક પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપી શકાય તે માટે જિલ્લા પ્રશાસનને ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવા આદેશ અપાયા છે. ચોમાસા પહેલાં રાજ્યભરમાં મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવશે. તમામ વિભાગોને તેમના લક્ષ્યાંકો પૂર્ણ કરવા જણાવાયું છે. વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવે તે માટે જળ સંચયના વિવિધ ઉપાયો ઝડપથી અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે.

4. APMC કર્મચારીઓ માટે બોનસની મોટી જાહેરાત

રાજ્યની 224 કૃષિ ઉપજ બજાર સમિતિઓ (APMC) માં ફરજ બજાવતા 3,000થી વધુ કર્મચારીઓ માટે કેબિનેટ બેઠકમાં એક રાહતભર્યો નિર્ણય લેવાયો છે. જે APMC નિયમો અનુસાર પોતાનો મહેકમ ખર્ચ 40 ટકાની મર્યાદામાં જાળવી રાખશે, તેઓને પોતાના કર્મચારીઓને વધારાનો લાભ આપવાની મંજૂરી મળશે. આ નિર્ણય અંતર્ગત લાયક કર્મચારીઓને મહત્તમ બે મહિનાના પગાર જેટલું બોનસ અથવા રહેમ રાહે ભથ્થું ચૂકવી શકાશે. સરકારના આ કલ્યાણકારી પગલાથી APMC કર્મચારીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ: બાલાસિનોરમાં 5.79 ઇંચથી જનજીવન અસરગ્રસ્ત, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now