Home Gujarat Vadodara Gisf Employee Firing Kakasahib Tekra Video Viral

વડોદરામાં GISF કર્મચારીનો નશામાં ગોળીબાર : કાકાસાહેબ ટેકરા વિસ્તારમાં ભયનો માહોલ, વીડિયો વાયરલ

વડોદરામાં GISF કર્મચારીનો નશામાં ગોળીબાર
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 11:02 AM IST

Vadodara શહેરમાં મોડી રાત્રે ગોળીબારની ઘટના સામે આવી છે. શહેરના કાકાસાહેબ ટેકરા વિસ્તારમાં આવેલા નવદુર્ગા મંદિર પાસે અચાનક ફાયરિંગ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ફાયરિંગ કરનાર વ્યક્તિ ભરૂચના જંબુસરનો વતની નરેન્દ્રસિંહ દોલતસિંહ રાજ Gujarat Industrial Security Force (GISF)નો કર્મચારી હોવાનું સામે આવ્યું છે.

નશાની હાલતમાં ફાયરિંગ

ઘટનાનો એક લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે GISF નો કર્મચારી નશાની હાલતમાં બંદૂક તાણી ફાયરિંગ કરી રહ્યો છે. તેની હાલત એવી હતી કે તેને ઉભા રહેવાનો પણ હોશ નહોતો.

વિસ્તારમાં ફેલાયો ભય

અચાનક થયેલા ફાયરિંગને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. હાલ સમગ્ર મામલે ફાયરિંગ કરનાર કર્મચારી સામે રાવપુર પોલીસ સ્ટેસનમાં gp act 135 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now