Crime News: ઉત્તર પ્રદેશના સહારનપુરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે કોઈને પણ રૂવાડા ઉભા કરી શકે છે. એક નવપરિણીત મહિલા સાથે આવો દુરવ્યવહાર થયો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. લગ્ન બાદ જ્યારે સાસરિયાઓની વધતી જતી દહેજની માંગણીઓ પુરી ન થતાં તેઓએ આવું ભયંકર પગલું ભર્યું, જેનાથી પીડિતાનું જીવન હંમેશા માટે બદલાઈ ગયું. એક દિવસ અચાનક તેની તબિયત બગડવા લાગી અને જ્યારે મેડિકલ તપાસ કરવામાં ગઈ તો ખબર પડી કે તે HIV પોઝીટીવ છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો...
દહેજની માંગ પૂરી ન કરવા બદલ પુત્રવધૂને આપવામાં આવી ભયાનક સજા
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં દહેજની માંગ પૂરી ન થતાં સાસરિયાઓએ તેમની પુત્રવધૂને HIV સંક્રમિત ઈન્જેક્શન આપ્યું હતું. પીડિતાના પિતાએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે તે તેની પુત્રીના લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પરંતુ લગ્ન બાદથી તેના સાસરિયાઓ તેને સતત ત્રાસ આપતા હતા. પોલીસે તેની ફરિયાદ પર ધ્યાન ન આપતાં તેણે કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટના આદેશ બાદ યુપી પોલીસે પીડિતાના પતિ અને તેના સાસરિયાના અન્ય સભ્યો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
લગ્નમાં લાખો રૂપિયા આપ્યા છતાં દહેજની માંગ સતત વધી
પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાના લગ્ન ફેબ્રુઆરી 2023માં થયા હતા. યુવતીના પિતાએ લગ્નમાં 15 લાખ રૂપિયા રોકડા અને નાની એસયુવી આપી હતી. પરંતુ સાસરિયાઓએ 10 લાખ રૂપિયા અને મોટી એસયુવીની માંગણી કરી હતી. જ્યારે પરિવાર આ માંગ પૂરી કરી શક્યો ન હતો, ત્યારે તેઓએ યુવતીને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. માર્ચ 2023માં તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. પંચાયતની દરમિયાનગીરી બાદ તે તેના સાસરે પાછી આવી, પરંતુ ત્યાં તેને ફરીથી ત્રાસનો સામનો કરવો પડ્યો. મે 2024માં તેણીના સાસરિયાઓએ તેને બળજબરીથી એચઆઇવીનું ઇન્જેક્શન આપ્યું, જેના કારણે તેણીની તબિયત બગડી.
પુત્રવધૂને HIV ગ્રસ્ત વ્યક્તિને ઈન્જેક્શન આપીને મારી નાખવાનો પ્રયાસ
પીડિતાના પિતાએ કહ્યું કે જ્યારે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્ટેશન ઈન્ચાર્જે તેને પહેલા "ઉપરથી ઓર્ડર લાવવા" કહ્યું. જ્યારે તેઓ સહારનપુરના એસએસપી પાસે ગયા તો ત્યાં પણ કોઈ સુનાવણી થઈ ન હતી. પોલીસ દ્વારા અવગણના કરવામાં આવતા પરિવારે કોર્ટમાં અરજી કરી હતી. મામલાને ગંભીર ગણીને કોર્ટે પોલીસને તાત્કાલિક એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. પછી પીડિતાના પતિ, 38 વર્ષીય સાળા, 35 વર્ષીય ભાભી અને 56 વર્ષીય સાસુ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, દહેજ ઉત્પીડન, હુમલો અને અન્ય ગુના જેવી ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં લાગી, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
પોલીસ અધિક્ષક (ગ્રામીણ) સાગર જૈને જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. પીડિતાના મેડિકલ ટેસ્ટમાં તે એચઆઈવી પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે તેના પતિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે કે સાસરિયાઓએ એચઆઈવી સંક્રમિત ઈન્જેક્શન ક્યાંથી લીધું અને ઈન્જેક્શન આપવા પાછળ તેમનો ઈરાદો શું હતો.






