Home Utilities Utility Railway This 3 Phone Number Make Your Journey Greatful

ટ્રેનમાં સવારી કરનારા માટે કામની વાત! : રેલવેની મુસાફરી કરતા હોવ તો આ 3 નંબર ફોનમાં સેવ કરી લો!

ટ્રેનમાં સવારી કરનારા માટે કામની વાત!
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2025, 05:36 AM IST

જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ 3 નંબર તમારા મોબાઈલમાં કાયમ માટે સેવ કરી લો. આ 3 નંબર તમારી યાત્રાને વધુ સારી બનાવી શકે છે. આ નંબરો થકી તમે વોટ્સએપ મારફતે જ ભોજન, ડોક્ટરની સેવા અને ટિકિટ બુકિંગનો ઓર્ડર આપી શકો છો.

રેલવે ભારતની લાઈફલાઈન છે, અને તમામ વર્ગના લોકો ટ્રેનમાં સૌથી વધારે મુસાફરી કરે છે. જો તમારા મોબાઈલમાં 3 નંબર સેવ હોય તો તમારી રેલવેની મુસાફરી લાભદાયી નીવડશે. આ ત્રણ વોટ્સએપ નંબર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આમાં ટ્રેનની ટિકિટ બુક કરાવવાથી લઈને ટ્રેનમાં બેસીને ખાવાનું મંગાવવા સુધી કે તબિયત ખરાબ થવા પર ડોક્ટરને બોલાવવા સુધીનું બધું જ કામ વ્હોટ્સએપ મેસેજથી જ થઈ જશે.  આ 3 નંબરોની વિગતો જાણો અને તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. તે વિશે અહીં વિગતો છે . જુઓ પછી કેવી રીતે તમારી ટ્રેનની સફર ચિંતામુક્ત બની જશે.

ખૂબ કામ આવશે આ 3 નંબર

9881193322: જો તમે માત્ર WhatsApp દ્વારા જ ટ્રેનની ટિકિટ બુક કરાવવા માંગતા હોવ તો આ નંબર તમારા ફોનમાં સેવ કરો. તમે આ નંબર પરથી ટ્રેનની ટિકિટ બુક કરાવી શકો છો. તમે ટ્રેનનું PNR સ્ટેટસ ચેક કરી શકો છો. તમે ટ્રેનનું લાઈવ સ્ટેટસ જોઈ શકો છો. આ સિવાય તમે ટ્રેનનું સમયપત્રક વગેરે પણ ચેક કરી શકો છો.

8750001323: જો તમને ટ્રેનમાં બેસીને ભૂખ લાગે છે, તો ચિંતા કરશો નહીં, તમે તમારી સીટ પર બેસીને તમારું ભોજન મંગાવી શકો છો. આ માટે તમારે આ નંબરને તમારા ફોનમાં સેવ કરવાનો રહેશે. આ પછી વોટ્સએપ પર મેસેજ કરવાનો રહેશે. ઓનસ્ક્રીન આવનારા સૂચનો અને સવાલોનો જવાબ આપીને ફૂડ ઓર્ડર કરી શકો છો.

138: જો તમે અથવા અન્ય કોઈ વ્યક્તિ ટ્રેનમાં બીમાર પડી જાય, તો તમે આ નંબર દ્વારા ડૉક્ટરની સેવા મેળવી શકો છો. તમને આગામી સ્ટેશન પર ડૉક્ટરોની ટીમ મળશે. જે તમારી જરૂરિયાત અને પરિસ્થિતિ અનુસાર તમારી સારવાર કરશે.

ત્રણેય નંબર સેવ કર્યા બાદની પ્રક્રિયા

આ નંબરો સેવ કર્યા પછી તમારે વોટ્સએપ પર ચેટ સેક્શનમાં જઈને 'Hi' મેસેજ મોકલવો પડશે. આ પછી તમને સેવા વિકલ્પનો મેસેજ મળશે. તેમાંથી તમને જોઈતી સેવા પસંદ કરો. તમારે સ્ક્રીન પરની સૂચનાઓનું પાલન કરવું પડશે, આ પછી તમારું કાર્ય પૂર્ણ થઈ જશે. પહેલા બે નંબર પર તમને વોટ્સએપ મેસેજથી મદદ મળશે અને ત્રીજા નંબર પર તમારે મદદ માટે ડાયલ કરવું પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now