Home Utilities Utility News Lifestyle It Is Very Easy To Correct Name And Address In Ration Card

રેશન કાર્ડમાં નામ-સરનામું સુધારવું એકદમ સરળ : આ ડોક્યુમેન્ટ છે જરૂરી, જાણો સ્ટેપ્સ બાય સ્ટેપ પ્રોસેસ

રેશન કાર્ડમાં નામ-સરનામું સુધારવું એકદમ સરળ
Published by: OBS Bureau
Last Updated: Oct 15, 2025, 10:27 AM IST

ભારતમાં સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતાં નાગરિકોને મફતમાં રેશન આપે છે. જેમાં ચોખા, ઘઉ વગેરે ઘરવખરીની ચીજો મફતમાં આપવામાં આવે છે. પરંતુ આ સેવાનો લાભ લેવા માટે રેશન કાર્ડ હોવું જરૂરી છે. આનો લાભ ફક્ત રેશનકાર્ડ ધારકોને જ મળે છે. એવામાં ઘણી વાર લોકો મકાન બદલાવે ત્યારે રેશન કાર્ડમાં પણ સરનામું બદલાવવાની જરૂર પડે છે. આ સિવાય અન્ય કોઈ ભૂલો થઈ જતી હોય છે. તો આવી પરિસ્થિતિમાં તમે કેવી રીતે રેશન કાર્ડમાં નામ, સરનામું કે અન્ય સુધારા કરાવી શકો છો અને તેની માટે શું ડોક્યુમેન્ટ જરૂરી છે ? તો ચાલો આના વિશે જાણીએ...

રહેઠાણનો પુરાવો (કોઈપણ એક)

  • લાઈટબીલ/વેરાબિલ

  • ઓળખાણનો પુરાવો

  • ડ્રાઈવિંગ લાઇસન્સ

  • આધારકાર્ડ

અન્ય પુરાવા

  • ઓરીજીનલ રેશનકાર્ડ

  • સેવા માટે જરૂરી પૂરાવા

  • કુમુ પત્ર જો લાગુ પડતું હોય તો

  • મહેસુલ ની પાવતી

  • વરસાઈ પેઢીનામું નોટરાઈઝડ

  • ગેજેટપત્ર ની ખરીનકલ

  • ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

જે તે પુરવઠા વિભાગની ઝોન કચેરી/ મામલતદાર ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી.

અથવા digitalgujarat વેબસાઈટ પર થી આવેદન કરી શકો છો.

ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે દર્શાવેલ લિંકનો ઉપયોગ કરી શકો છો.

https://www.digitalgujarat.gov.in/DownLoad/pdfforms/s113.pdf

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now