Home Utilities Utility India Agra Famous For Petha History Of Famous Sweet

ચાલો તમને પેઠાનગરીની કરાવીએ મુલાકાત : શાહજહાને જે વાનગીનો ચસકો લાગ્યો, તેની આજે પણ છે એટલી જ ડિમાન્ડ

ચાલો તમને પેઠાનગરીની કરાવીએ મુલાકાત
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2025, 07:07 PM IST

આપણા દેશની વાત જ નિરાલી છે. ભાષા, રહેણીકરણી, પોષાક અને ખોરાક સહિત દરેક બાબતમાં વિવિધતા જોવા મળે.  કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને અમદાવાદથી કોલકત્તા સુધી દરેક સ્થળના વ્યંજનની પોતાની ખાસિયત છે.  ગુજરાતમાં દાબેલી, મુંબઈના વડાપ્રધાન, રાજસ્થાનની દાલબાટી, મથુરાના પેંડા, પશ્ચિમ બંગાળમાં રસગુલ્લા તો દક્ષિણ ભારતમાં ઈડલી, ઉત્તપમ અને ઢોંસા ફેમસ છે.  ભારતમાં તો ગલી ગલીએ પાણીપુરીનો સ્વાદ પણ બદલાય છે. ત્યારે આજે આવા જ એક વ્યંજનની વાત કરવી છે.


પેઠાનગરીના પેઠાની વાત નિરાલી



આગ્રા બે કારણથી સૌથી વધારે પ્રસિદ્ધ છે, એક તો તાજમહેલ અને બીજા તેના પેઠા. આગ્રાને પેઠાનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. એમ કહેવાય છે કે પેઠાનો ઈતિહાસ તો આગ્રાના તાજમહેલ કરતા પણ જૂનો છે.  ત્યારે જાણીએ પેઠાની ઐતિહાસિક કહાની

  
શાહજહાને લાગ્યો હતો પેઠાનો ચસકો!


ઈતિહાસકારોના મતે પેઠા તાજમહેલ કરતા પણ જૂના છે. 17મી સદીમાં શાહજહા તાજમહેલનું નિર્માણ કરાવી રહ્યા હતા, ત્યારે તેના નિર્માણ કામગીરી સાથે જોડાયેલા કારીગરો દૈનિક એક પ્રકારનું ભોજન ખાઈને કંટાળી ગયા હતા  આ શ્રમિકોની સમસ્યા મુખ્ય વાસ્તુકાર ઉસ્તાદ ઈસા ઈફેન્દી પાસે પહોંચી હતી, અને તેના મારફતે શાહજહાને આ સમસ્યાની જાણ થઈ હતી. શાહજહાએ પોતાના રસોઈયાઓને સૂચના આપી કે એવી મીઠાઈ બનાવો જે સ્વાદિષ્ટ પણ હોય અને તેમના માટે સ્વાસ્થ્યવર્ધક પણ હોય.  બસ તે બાદ રસોઈયાઓએ જુદા જુદા પ્રયોગ શરૂ કર્યા અને મહેનત સ્વરૂપે પેઠા નામની મીઠાઈ મળી  તાજમહેલના નિર્માણ પહેલા જ પેઠા નામની મીઠાઈનું આવિષ્કાર થયું.


શાહજહાની મુમતાઝ બેગમે તો રેસિપી શીખી

ઈતિહાસકારો મુજબ શાહજહાના બેગમ મુમતાઝને પણ પેઠા ખૂબ પસંદ હતા. મુમતાઝે પેઠા બનાવવાની રીત શીખી લીધી. મુમતાઝના હાથના બનાવેલા પેઠા શાહજહાએ ખાદ્યા અને શાહજહાને પેઠા એટલા પસંદ આવ્યા કે તે કાયમી ધોરણે શાહી ભોજનમાં સામેલ કરવાની જાહેરાત કરી દીધી. ધીમે ધીમે પેઠાની મીઠાશ આખા દેશમાં ફેલાવવા લાગી અને આખા દેશમાં પેઠા વેચાવવા લાગ્યા. કેટલાક લોકોના મતે પેઠાનો ઉપયોગ ઔષધિમાં પણ થતો 



સદર બજારના પંછીપેઠા વખાણાય

આગ્રામાં સદર બજારમાં આવેલા સદર બજારમાં પંછી પેઠા સૌથી પ્રખ્યાત છે. રેલવે સ્ટેશન પાસે કેસર, અંગૂરી અને ચોકલેટ જેવા ઘણા ફ્લેવરવાળા પેઠા જોવા મળે છે. આગ્રાના બજારમાં 50 થી 60 પ્રકારના પેઠા મળી રહે છે. ત્યારે ભવિષ્યમાં આગ્રા જાઓ તો પેઠા ચોક્કસથી ટ્રાય કરજો. આગ્રા આવનારા પ્રવાસીઓ વિદેશના હોય કે દેશના પેઠાનો સ્વાદ લીધા વિના પોતાની યાત્રા પૂરી કરી શકતા નથી. લોકો ઘરે પરત ફરતા પોતાના માટે અને મિત્રો કે પરિવાર માટે પેઠા લઈ જવાનું ભૂલતા નથી



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now