Home Utilities Utility Health Life Style Never Share Somes Dreams

રાત્રે આવા સપના આવતા હોય તો કોઈને ના કહેતા : જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર!

રાત્રે આવા સપના આવતા હોય તો કોઈને ના કહેતા
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2025, 06:56 AM IST

રાત્રે સ્વપ્ન આવે અને તેને પરિવાર કે મિત્ર સાથે શેર કરવામાં આવે તે સ્વાભાવિક છે. જોકે સ્વપ્ન શાસ્ત્ર મુજબ કેટલાક સ્વપ્ન એવા હોય જેની ચર્ચા ક્યારેય કોઈની સાથે ના કરવી જોઈએ, કારણકે આવું કરવાથી નુકસાન થઈ શકે છે.  ત્યારે જાણીએ એવા તો કેવા સ્વપ્ન હોય જેને લોકો સાથે શેર ના કરવા જોઈએ. સ્વપ્ન આપણા જીવનનો ભાગ હોય છે. દરેક વ્યક્તિને ઊંઘતા સમયે સ્વપ્ન જોતી હોય છે. સામાન્ય રીતે લોકો સ્વપ્ન આવે તેના વિશે વધારે વિચારતા નથી, પરંતુ સ્વપ્નોની દુનિયા વિશે સ્વપ્ન શાસ્ત્રમાં અનેક રોચક જાણકારીઓ આપવામાં આવી છે.

સ્વપ્નમાં ભગવાન દેખાવવા

જો તમને સ્વપ્નમાં ભગવાન દેખાય તો તેને શુભ માનવામાં આવે છે. ભગવાન સ્વપ્નમાં આવે તો તે દર્શાવે છે કે તમને જીવનમાં સારા સમાચાર મળવાના છે. જો કે સ્વપ્ન શાસ્ત્ર મુજબ આવા સ્વપ્ન કોઈની જોડે શેર કરો તો નુકસાન થઈ શકે છે. આ જ કારણથી સ્વપ્નને પોતાના સુધી જ રાખો.

પોતાની મૃત્યુ જોવી

જો તમે સ્વપ્નમાં તમારી કે અન્ય કોઈની મૃત્યુ જુઓ છો તો તેને પણ કોઈને જણાવવું ના જોઈએ. જો આવા સ્વપ્ન વિશે તમે કોઈને જણાવો તો તેનાથી તે વ્યક્તિની ખુશીઓ પર નકારાત્મક અસર પડી શકે છે.

સ્વપ્નમાં માતાપિતાને પાણી પીવડાવવું

તમને જો એવું સ્વપ્ન આવે કે તમે તમારા માતા-પિતાને પાણી પીવડાવી રહ્યા છો, તો આ એક સારુ સ્વપ્ન છે. આ સ્વપ્ન એ વાતના સંકેત આપે છે કે તમારા સફળ થવાનો સમય આવી ગયો છે. આવા સ્વપ્ન વિશે પણ કોઈને શેર ના કરવું જોઈએ. સ્વપ્નને ગુપ્ત રાખીએ તો તેનો સકારાત્મક પ્રભાવ પડે છે.

સ્વપ્નમાં સુંદર બગીચો જોવો

જો તમે સ્વપ્નમાં સુંદર બગીચો જોવો તો તેને શુભ માનવામાં આવે છે. આ સ્વપ્ન એ વાત દર્શાવે છે કે તમારા જીવનમાં ખુશીઓ આવે છે અને તમને આર્થિક લાભ થશે. જો આવા સ્વપ્ન કોઈની સાથે શેર કરવામાં આવે તો તેના સકારાત્મક પ્રભાવ પર અસર પડી શકે છે. જેથી આવું સ્વપ્ન પણ શેર ના કરવું જોઈએ.

DISCLAIMER

આ લેખમાં જે ઉલ્લેખ કરાયેલી વિગતો છે, તે ધાર્મિક માન્યતાઓ અને જે તે સંબધિત દાવાઓના આધારે લખવામાં આવી છે. OFFBEATSTORIES. IN આ જાણકારીની તથ્યતાની પુષ્ટિ કરતું નથી, અને સમર્થન પણ આપતું નથી.  વાંચકોને અનુરોધ છે કે આ લેખને અંતિમ જાણકારી ના સમજી તેના પર વધારે રિસર્ચ કરી પોતાની બુદ્ધિક્ષમતાથી નિર્ણય લે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now