Home Utilities Utility Chhatisgarh Tulsi Vilage Become Hub Of Youtubers

આ તો ગજબનું ગામ... ઘરે ઘરે યુટ્યુબર અહીં : ભારતમાં ક્યા આવ્યું અનોખું ગામ?

આ તો ગજબનું ગામ... ઘરે ઘરે યુટ્યુબર અહીં
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2025, 03:56 PM IST

આજથી 15થી 20 વર્ષ પહેલાનો  સમય આપણે યાદ કરીએ તો.. પહેલા બાળકોને પૂછવામાં આવતું હતું કે શેમાં કારકિર્દી બનાવીશ?... ત્યારે મહદઅંશે ડોકટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, ટીચર જવાબ સાંભળવા મળતા. વધુને વધુ કોઈ એકટર કે સિંગર બનાવવાની ઈચ્છા રાખે. આનાથી વધારે વિકલ્પો ભાગ્યે જ સાંભળવા મળતા. પરંતુ હવે પૂછશો તો. તમને સાંભળવા મળશે કન્ટેન્ટ ક્રિએટર, યુ ટ્યુબર કે ઈન્ફલ્યુઅન્સર. આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે હવે તો ઘરે ઘરે યુ ટ્યુબર થઈ ગયા છે. પરંતુ અહીં તમને ભારતમાં આવેલા એક એવા ગામની વાત કરવી છે, જ્યા સાચ્ચે જ છેલ્લા કેટલાક વર્ષોથી ઘરે ઘરે યુ ટ્યુબર છે.

છત્તીસગઢમાં આવેલું છે યુટ્યુબર ગામ

અહીં વાત અમે કરી રહ્યા છીએ... છત્તીસગઢના રાયપુર પાસે આવેલા તુલસી ગામની.   આ ગામને ભારતની યુ ટ્યુબ રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે.  દેખીતી રીતે તો આ ગામ ભારતના અન્ય ગામ જેવું જ છે, પરંતુ આ ગામમાં રહેનારા લોકોને એક અલગ ચસકો લાગ્યો છે, અને તે છે યુટ્યુબમાં માટે વીડિયો બનાવવાનો. ચસકો તો કેવો કે ગામને યુટ્યુબર ગામ તરીકેની ઓળખ મળી ગઈ. ગામમાં 4 હજાર લોકોની વસ્તી છે, જેમાં અંદાજિત 1,100 લોકો તો કન્ટેન્ટ ક્રિએશન કામમાં લાગેલા હોય છે. આ ગામની ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે અહીં બનાવેલા વીડિયોમાં ના દેખાઈ હોય. અહીંના બાળકોથી લઈ યુવાનો, મહિલાઓ તમામ યુ ટ્યુબ વીડિયો બનાવે છે.   અહીં જે યુ ટ્યુબર્સ વીડિયો બનાવે છે, તેમાં ઘણા એવા પણ છે જે સારી કમાણી પણ કરે છે.

વર્ષ 2018માં થઈ હતી શરૂઆત


વર્ષ 2018માં રાહુલ વર્મા અને તેમના મિત્રએ બીઈંગ છત્તીસગઢિયા નામની યુ ટ્યુબ ચેનલ ચાલુ કરી, શરૂઆતમાં યુ ટ્યુબ ચેનલ ચલાવવામાં તકલીફ પડી, પરંતુ તે બાદ ફોલોઅર્સ વધ્યા, વીડિયો વાયરલ થવા લાગ્યા અને દર મહિને સારી આવક પણ થવા લાગી. જેને જોઈ ગામના અન્ય લોકો પણ પ્રભાવિત થયા. આ લોકોએ જ ગામના લોકોને એડિટિંગ, સ્ક્રિપ્ટિંગ અને એક્ટિંગની તાલીમ આપી... ગામના લોકો કોમેડી અને સામાજિક મુદ્દાઓ પર વીડિયો બનાવવા લાગ્યા. ગામના લોકોની મહેનતની ચર્ચા જિલ્લા સુધી પહોંચી અને રાયપુર વહીવટી તંત્રનું ધ્યાન ખેંચાયું. રાયપુરના પૂર્વ જિલ્લા કલેકટરે તુલસી ગામની મુલાકાત લીધી. ગામના લોકોની મહેનત અને પ્રોત્સાહન જોઈને જિલ્લા તંત્રએ ગામમાં અદ્યતન સ્ટુડિયો બનાવી આપ્યો, અને જે ડિજિટલ ડિવાઈસની જરૂર પડે તેની પણ મદદ કરવામાં આવી. ગામના લોકોની મહેનત અને જિલ્લા તંત્રની મદદના કારણે ગામના અનેક લોકો આજીવીકા મેળવતા થયા છે.  ગામના આ યુ ટ્યુબર્સ પ્રાદેશિક મનોરંજનને પ્રોત્સાહન આપે છે...  ઘણા લોકો મોબાઈલ ફોનથી વીડિયો બનાવે છે તો ઘણા લોકો DSLR કેમેરાનો ઉપયોગ કરે છે... એડિટિંગ માટે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે.

 

સોશિયલ મીડિયા આજે આજે ગામડે ગામડે પહોંચ્યું છે. જો આ પ્લેટફોર્મનો સકારાત્મક રીતે ઉપયોગ કરવામાં આવે તો તે સારી આજીવીકા તો આપે છે, પરંતુ તમારી જિંદગી પણ બદલી શકે છે. છત્તીસગઢનું તુલસી ગામ આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now