Home Sports Usman Khawajas Surprise Entry And Half Century

ઉસ્માન ખ્વાજાની સરપ્રાઇઝ એન્ટ્રી અને ફટકારી અર્ધસદી : એશિઝના ત્રીજા ટેસ્ટમાં સ્ટીવ સ્મિથની ગેરહાજરીમાં ખ્વાજાએ તારવી ઓસ્ટ્રેલિયાની ડૂબતી નૈયા

ઉસ્માન ખ્વાજાની સરપ્રાઇઝ એન્ટ્રી અને ફટકારી અર્ધસદી
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2025, 06:22 AM IST

Usman khwaja comeback: એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને મેચ પેહલા જ મોટો ઝટકો લાગ્યો જ્યારે સ્ટીવ સ્મિથ મેચની શરૂઆત પહેલાં જ બીમારીને કારણે બહાર થઈ ગયા. પરંતુ આ ઝટકાએ અનપેક્ષિત રીતે ઉસ્માન ખ્વાજાને ટીમમાં કમબેકનો મોકો આપ્યો, અને તેણે આ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો. એડિલેડ ઓવલમાં ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત પહેલાં જ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે જાહેરાત કરી કે સ્ટીવ સ્મિથ છેલ્લા કેટલાક દિવસોથી માથાના ચક્કર અને વોમીટિંગ જેવા લક્ષણો)થી પીડાતા હતા. તેઓ મેચમાં રમવા તૈયાર થયા હતા, પરંતુ અંતિમ ક્ષણે બહાર થવું પડ્યું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નિવેદન મુજબ, સ્મિથને વેસ્ટિબ્યુલર ઇશ્યુ (ઇનર ઇઅર પ્રોબ્લેમ) છે, જે પહેલાં પણ તેમને પરેશાન કરી ચૂકી છે. તેઓ મેલબોર્ન ટેસ્ટ માટે ફિટ થવાની આશા છે.

સ્ટીવ સ્મિથની અનુપસ્થિતિ અને ખ્વાજાનું સરપ્રાઇઝ કમબેક

સ્મિથની જગ્યાએ ઉસ્માન ખ્વાજાને ટીમમાં સ્થાન મળ્યું. મંગળવારે જાહેર થયેલી પ્લેઇંગ ઇલેવનમાં ખ્વાજાનું નામ નહોતું, અને તેમના કરિયરનો અંત આવી ગયો હોવાની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ આ અચાનક ફેરફારથી ખ્વાજા નંબર 4 પર બેટિંગ કરવા આવ્યા. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો. શરૂઆત સારી ન રહી – ટીમે 94 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી. જોફ્રા આર્ચરે ઝડપી વિકેટો ઝડપીને ઇંગ્લેન્ડને આગળ રાખ્યું. પરંતુ ખ્વાજાએ માર્નસ લેબુશેન અને પછી એલેક્સ કેરી સાથે મહત્વની ભાગીદારી કરીને ટીમને સ્થિરતા આપી. ખ્વાજાને માત્ર 5 રન પર જીવનદાન મેળવ્યું જ્યારે હેરી બ્રુકે તેમનો કેચ છોડ્યો, અને તે પછી તેણે આક્રમક અને શાંત બેટિંગ કરીને અર્ધસદી ફટકારી. ટી બ્રેક પહેલાં તે 82 રન બનાવીને આઉટ થયા, જેમાં તેણે વિલ જેક્સને કેચ આપ્યો. તેમની આ પારીએ ઓસ્ટ્રેલિયાને ટી પહેલાં 197/5 સુધી પહોંચાડ્યું. ખ્વાજાની આ અર્ધસદી છેલ્લા 12 ટેસ્ટ ઇનિંગ્સમાં

તેમનો પહેલો 50+ સ્કોર હતો.

39 વર્ષની ઉંમરે રમનારા પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી

ઉસ્માન ખ્વાજા આવતીકાલે (18 ડિસેમ્બર) 39 વર્ષના થશે. આ મેચમાં રમીને તેઓ 39 વર્ષ પછી ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ રમનારા પ્રથમ ખેલાડી બન્યા છે. પહેલાં આ રેકોર્ડ ડોન બ્રેડમેન અને અન્યોનો હતો, પરંતુ ખ્વાજાએ પોતાની ઉંમરને ધ્યાનમાં રાખીને પણ શાનદાર પ્રદર્શન કરીને પોતાની ઉપયોગિતા સાબિત કરી. આ પારીએ ખ્વાજાના કરિયરને નવી જીવનદાન આપ્યું છે. એશિઝના બાકીના મેચોમાં તેઓ ટીમમાં સ્થાન પાક્કું કરી શકે છે. ઓસ્ટ્રેલિયા 2-0થી આગળ છે, અને આ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now