Home Automobile Using A Bike Without A Kick Beware These 5 Pitfalls Can Ruin Your Journey

કિક વગરની બાઈક વાપરો છો? સાવધાન! : આ 5 મુશ્કેલીઓ તમારી મુસાફરી બગાડી શકે છે

કિક વગરની બાઈક વાપરો છો? સાવધાન!
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 01:02 PM IST

If you have a bike without a kickstand, then know about these 5 problems: આજના સમયમાં ટેકનોલોજી અને લુકને પ્રાધાન્ય આપવા માટે ઘણી કંપનીઓ 125cc થી ઉપરની બાઈક્સમાં કિક-સ્ટાર્ટ (Kick Start) આપતી નથી. જોકે આ બાઈક્સ ચલાવવામાં આધુનિક લાગે છે, પણ કિકનો અભાવ ક્યારેક મોટી આફત બની શકે છે. જાણો તેના 5 મુખ્ય ગેરફાયદા વિશેની માહિતી.

બેટરીની નિર્ભરતા

સેલ્ફ-સ્ટાર્ટ સિસ્ટમ સંપૂર્ણપણે બેટરી પાવર પર ચાલે છે. જો બેટરી જૂની થઈ ગઈ હોય, લાંબા સમય સુધી બાઈક પાર્ક રહે અથવા અતિશય ઠંડીમાં બેટરી વોલ્ટેજ ઘટી જાય, તો બાઈક સ્ટાર્ટ થશે જ નહીં. કિક ન હોવાથી તમારી પાસે બીજો કોઈ ઓપ્શન રહેતો નથી.

ખર્ચાળ મેઈન્ટેનન્સ અને જટિલ રિપેરિંગ

કિક-સ્ટાર્ટ એ નોર્મલ મિકેનિકલ સિસ્ટમ છે, જ્યારે સેલ્ફ-સ્ટાર્ટમાં સ્ટાર્ટર મોટર, કાર્બન બ્રશ, રિલે અને વાયરિંગ જેવા અનેક ઇલેક્ટ્રિકલ ભાગો હોય છે. જો આ સિસ્ટમ બગડે તો તેનો રિપેરિંગ ખર્ચ કિક-સ્ટાર્ટ કરતા ઘણો વધારે આવે છે.

ભારે બાઈકને ધક્કો મારવાની સમસ્યા

જ્યારે સેલ્ફ કામ ન કરે ત્યારે બાઈકને ગિયરમાં નાખીને ધક્કો મારી ચાલુ કરવી પડે છે (Bump Start). પરંતુ 150cc કે તેથી વધુ વજન ધરાવતી બાઈક્સને એકલા હાથે ધક્કો મારવો અત્યંત મુશ્કેલ કામ છે, ખાસ કરીને જો રસ્તો ચઢાણવાળો હોય.

ઠંડીમાં એન્જિન સ્ટાર્ટ કરવામાં તકલીફ (Cold Start)

કડકડતી ઠંડીમાં એન્જિન ઓઈલ ઘટ્ટ થઈ જાય છે. કિક વાળી બાઈકમાં 2-3 ખાલી કિક મારીને એન્જિનને 'ફ્રી' કરી શકાય છે, જેનાથી બેટરી પર લોડ આવતો નથી. કિક વગરની બાઈકમાં સીધો સેલ્ફ મારવાથી બેટરી જલ્દી ઉતરી જવાની શક્યતા રહે છે.

એન્જિનની ખામી ઓળખવી મુશ્કેલ

મિકેનિક્સ માટે કિક એ એન્જિનનું 'ચેક-અપ' કરવાનું સાધન છે. કિકના પ્રેશર (Compression) પરથી જાણી શકાય છે કે, એન્જિનમાં કોઈ ઇન્ટરનલ સમસ્યા છે કે નહીં. કિક ન હોવાથી એન્જિનની કંડીશન જાણવા માટે મશીનરી અથવા સેન્સર પર આધાર રાખવો પડે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now