Home Health-lifestyle Use Kesar To Reduce Blemishes

ખીલવાળી નહીં ખિલખિલાતી ત્વચા : ચહેરા પરના ડાઘ દૂર કરશે આ અમૂલ્ય વસ્તુ, કરવાનું છે બસ આટલું...

ખીલવાળી નહીં ખિલખિલાતી ત્વચા
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2025, 04:09 PM IST

સૌને ચમકતી, મુલાયમ અને બેદાગ ત્વચા ગમે છે. અને તેના માટે લોકો ગમે તે કરવા માટે તૈયાર હોય છે. જો તમે પણ આવી જ સ્વચ્છ અને સ્વચ્થ ત્વચા મેળવવા માંગો છો તો, તમારા માટે એક મેજિક વસ્તુ છે, કેસર. જી હા, અમૂલ્ય કેસર તમારા ચહેરાના સુંવાળો અને સરસ બનાવી શકે છે. ખાસ કરીને ખીલને ડાઘને ઓછા કરવામાં આ પ્રાકૃતિક ઉપચાર ઘણો સારો રહે છે. ચંદન અને કેસરનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિઓમાં લાંબા સમયથી કરવામાં આવે છે. કારણ કે તેમાં ત્વચાને રીફ્રેશિંગ રાખતા ગુણ ભરપૂર માત્રામાં હોય છે. આ સાથે ચંદનનો જો ઉપયોગ કરવામાં આવે તો બ્લેમિશિસ પણ ઓછા થાય છે.

ખીલને રોકવા માટેના ફેસપેક

પહેલો નુસખોઃ
1 ચમચી ચંદન પાવડર, એક ચપટી કેસર, 2 ચમચી દૂધ અથવા ગુલાબજળ મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. 15 મિનિટ પછી ધોઈ લો.

બીજો નુસખોઃ
એક નાની ચમકી ચંદન પાઉડર, એક ચપટી કેસર, પાંચ ચમચી હળદર, 2 નાની ચમચી દહીં મિક્સ કરીને પેક બનાવો. આ પેકને ચહેરા અને ગરદન પર લગાવો.બાદમાં ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર તેનો ઉપયોગ કરી શકો છો.

ત્રીજો નુસખોઃ
એક નાની ચમચી ચંદન પાઉડર, એક ચપટી કેસર, એક નાની ચમચી મુલતાની માટી, 2 નાની ચમચી ગુલાબ જળ મિક્સ કરો અને ગરદમ પર લગાવો. 20 મિનિટ બાદ ધોઈ લો.

ચોથો નુસખોઃ
એલોવેરા જેલ સાથે કેસર મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને હળવા હાથોથી ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો અને આ ફેસ પેક ત્વચાને શાંત કરે છે અને ખીલના ડાઘને ઝડપથી ઘટાડે છે.

પાંચમો નુસખોઃ
કેસર અને ચંદન ફેસપેક બનાવવા માટે 2-3 તાંતણા કેસર, 1 ચમચી ચંદન પાવડર અને 2-3 ચમચી કાચા દૂધ અથવા ગુલાબજળ લેવું. કેસરને દૂધ અથવા ગુલાબજળમાં 5-10 મિનિટ પલાળી રાખવું, પછી તેમાં 1 ચમચી ચંદન પાવડર ઉમેરી મિશ્રિત કરીને પેસ્ટ બનાવવી. આ પેસ્ટ ચહેરા અને ગળા પર લગાવી 15-20 મિનિટ સુકાઈ જવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.

(Diclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા. કોઈ પણ નુસખો અજમાવતા પહેલા વિશેષજ્ઞોની સલાહ જરૂરથી લો.)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now