Home International Us President Donald Trump Sell Gold Card For Giving Citizenship To Immigrants Indians Will Benefit Or Suffer Loss

'43 કરોડ રૂપિયા આપો અને : લઈ જાઓ અમેરિકાની નાગરિક્તા'

'43 કરોડ રૂપિયા આપો અને
Published by: OBS Bureau
Last Updated: Feb 26, 2025, 04:32 PM IST

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સ્થાયી થવાનું સપનું જોનારાઓ માટે મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે એક નવી ગોલ્ડ કાર્ડ યોજનાની જાહેરાત કરી છે, જેનો ખર્ચો 5 મિલિયન ડોલર થશે અને ઇમિગ્રન્ટ્સ માટે અમેરિકાની નાગરિકતા મેળવવાનું સરળ બનાવશે. જો તેનો અમલ થશે તો લાંબા સમયથી ગ્રીન કાર્ડ મેળવવાની રાહ જોનારા લોકોની મુશ્કેલીમાં વધારો થશે.

"આ ઇમિગ્રન્ટ્સ માટે 5 મિલિયન ડોલર (રૂ. 43.54 કરોડ). ટ્રમ્પે જણાવ્યું હતું કે તે હાલના 35 વર્ષ જૂના ઈબી-5 વિઝા પ્રોગ્રામને બદલશે, જે વિદેશીઓને 10 લાખ ડોલરના રોકાણ પર ઉપ્લબ્ધ કરવામાં આવતો હતો.

તે કેટલો સમય ચાલશે?
અમેરિકી રાષ્ટ્રપતિનો આ નવો કાર્યક્રમ એપ્રિલ સુધીમાં અમલમાં આવી શકે છે. શરૂઆતમાં લગભગ 1 કરોડ ગોલ્ડ કાર્ડ વિઝા ઉપલબ્ધ હોવાની શક્યતા છે. ટ્રમ્પે કહ્યું, "આ કાર્ડ ખરીદવાથી અમીર લોકો આપણા દેશમાં આવશે. તેઓ સમૃદ્ધ અને સફળ થશે, તેઓ ઘણા પૈસા ખર્ચ કરશે, ઘણા લોકોને રોજગાર આપશે ".

ગોલ્ડ કાર્ડ વિઝા ઈબી-5થી કેવી રીતે અલગ છે?

હાલના ઈબી-5 પ્રોગ્રામ હેઠળ, વિદેશી રોકાણકારોએ યુએસ બિઝનેસમાં 800,000-1,050,000 ડોલરનું રોકાણ કરવું પડે છે. અને ઓછામાં ઓછી 10 નવી નોકરીઓનું સર્જન કરવું પડે છે. વિદેશી રોકાણને આકર્ષવા માટે 1990માં શરૂ કરાયેલ આ કાર્યક્રમ પર વર્ષોથી દુરુપયોગ અને છેતરપિંડીથી આવતી હોવાનું જણાયું હતું.

અને હવે ગોલ્ડ કાર્ડ વિઝામાં કિંમતને પાંચ ગણી વધારી દેવામાં આવી છે. ઊંચી કિંમત તેને મધ્યમ સ્તરના રોકાણકારોની પહોંચની બહાર મૂકી દેશે. અમેરિકન સિટિઝનશીપ મેળવવા માટે આ એક ઝડપી અને સરળ રીત છે. રોજગારીનું સર્જન કરવાની જરૂરિયાત પણ દૂર કરવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, ઈબી-5 કાર્યક્રમ હેઠળ પાંચથી સાત વર્ષમાં નાગરિકતા ઉપલબ્ધ થતી હતી, જ્યારે પ્રસ્તાવિત ગોલ્ડ કાર્ડ વિઝા યોજનામાં નાગરિકતા તરત જ ઉપલબ્ધ થશે.

ભારત પર તેની શું અસર પડશે?
5 મિલિયન ડોલર (43,56,14,500.00 રૂપિયા)ની કિંમતનો અર્થ એ છે કે ફક્ત ભારતના સુપર રિચ અને બિઝનેસ ટાઇકૂન અમેરિકાની નાગરિકતા મેળવી શકે છે. આનાથી કુશળ વ્યાવસાયિકોની મુશ્કેલીમાં વધારો થવાની સંભાવના છે, જેઓ પહેલેથી જ ગ્રીન કાર્ડ માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે,

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ