દુનિયામાં ટેરિફ વોર ચાલી રહ્યો છે તેમ કહી શકાય કારણ કે રોજ ટેરિફ અંગે અલગ અલગ સમાચાર આવે છે જેની અસર આખા વિશ્વને પડે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત ટેરિફ ઘટાડવા માટે સંમત થયું છે. ભારત અમારા પર ઘણા બધા ટેરિફ લાદે છે. અમે ભારતમાં કંઈપણ વેચી શકતા નથી. અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા કરતા વધુ ટેક્સ વસૂલતા તમામ દેશો પર 2 એપ્રિલ, 2025થી પારસ્પરિક ટેરિફ લાગુ થશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ટેરિફ યુએસ મેન્યુફેક્ચરિંગને વેગ આપશે અને નોકરીઓનું સર્જન કરશે.
અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફને લઈને વિવાદ
હાલમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે. ચીને કહ્યું કે તે તેના માટે તૈયાર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની વસ્તુઓ પર નવા ટેરિફની જાહેરાત કરી છે. આ સંબંધમાં બંને દેશો હવે ખુલ્લેઆમ સામ-સામે આવી ગયા છે. અમેરિકાએ ચીનની આયાત પર 20 ટકા ટેરિફ લાદ્યો છે.
ચીન ભારત સાથે સહયોગ કરવા માગે છે.
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ શુક્રવારે (7 માર્ચ, 2025) ભારત અને ચીનને સાથે મળીને કામ કરવા અને વર્ચસ્વવાદ અને સત્તાના રાજકારણનો વિરોધ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા વિનંતી કરી હતી. જો ચીન અને ભારત હાથ મિલાવે, તો આંતરરાષ્ટ્રીય બાબતોમાં વધુ લોકશાહી વ્યવસ્થા અને મજબૂત ગ્લોબલ સાઉથનીની સંભાવનામાં ઘણો સુધારો થશે. ગ્લોબલ સાઉથમાં એવા દેશોનો ઉલ્લેખ થાય છે જેને ઘણીવાર વિકાસશીલ, અવિકસિત તરીકે ઓળખવામાં આવે છે. અને તે મુખ્યત્વે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકામાં સ્થિત છે.





