Home International Us Plane Crash Private Jets Collide At Scottsdale Airport In Arizona

હવે એરિઝોનામાં પ્લેન અકસ્માત : USAમાં એક પછી એક પ્લેન અકસ્માતોનો વણઝાર

હવે એરિઝોનામાં પ્લેન અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Feb 11, 2025, 05:54 AM IST

સોમવારે 10 ફેબ્રુઆરીએ બપોરે એરિઝોનામાં સ્કોટ્સડેલ એરપોર્ટ પર એક પ્લેન અકસ્માત સર્જાયો. જેમાં બે ખાનગી વિમાનો અથડાયા હતા. જેમાં કમસેકમ એકના મૃત્યુના સમાચાર છે. અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. સ્કોટ્સડેલ એરપોર્ટના એવિએશન પ્લાનિંગ અને આઉટરીચ કોઓર્ડિનેટર કેલી ક્યુસ્ટરે જણાવ્યું હતું કે આ અથડામણ ત્યારે થઈ હતી જ્યારે એક મધ્યમ કદના બિઝનેસ જેટ વિમાન રનવે પરથી ખસી ગયું હતું અને બિઝનેસ જેટ વિમાન સાથે અથડાયું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર જે વિમાન પાર્ક કરવામાં આવ્યું હતું તે પાર્કિંગ વિસ્તારમાં હતું.

સ્કોટ્સડેલ ફાયર ડિપાર્ટમેન્ટના કેપ્ટન ડેવ ફોલિયોએ જણાવ્યું કે ઘાયલોમાંથી બેને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમાંથી એકની હાલત સ્થિર છે. ફોલિયોએ જણાવ્યું હતું કે એક વ્યક્તિ હજુ પણ વિમાનમાં ફસાયેલો છે અને રેસ્ક્યૂની ટીમ બહાર કાઢવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.

એરપોર્ટ બંધ
કુએસ્ટરે જણાવ્યું હતું કે, સ્કોટ્સડેલ એરપોર્ટ પરનો રનવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ એરપોર્ટ ફોનિક્સ વિસ્તારની અંદર અને બહાર ઉડતા ખાનગી વિમાનો માટેનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મોટી સંખ્યામાં લોકો આ વિસ્તારની મુલાકાત લે છે, ખાસ કરીને ફોનિક્સ ઓપન ગોલ્ફ ટૂર્નામેન્ટ જેવી મોટી ગેમ દરમિયાન.

તાજેતરની મોટા પ્લેન ક્રેશની ઘટના
આ ઘટના એવા સમયે બની છે જ્યારે બે અઠવાડિયામાં યુ. એસ. માં ત્રણ મોટી દુર્ઘટનાઓ થઈ છે, જેમાં ડઝન જેટલા લોકો માર્યા ગયા. 29 જાન્યુઆરીના રોજ વોશિંગ્ટન ડી. સી. નજીક એક વિમાન અને એક સૈન્ય હેલિકોપ્ટરની ટક્કર થઈ હતી, જેમાં 67 લોકો માર્યા ગયા હતા.
31 જાન્યુઆરીના રોજ, ફિલાડેલ્ફિયામાં એક વિમાન તૂટી પડ્યું હતું, જેમાં 6 લોકો તેમજ અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું. ગત અઠવાડિયે, પશ્ચિમ અલાસ્કામાં નોમ જવાના માર્ગમાં એક નાનું પેસેન્જર વિમાન ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ 10 લોકો માર્યા ગયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક