Home International Us H1b Visa Fee Guidelines Relief For Foreign Workers

ટ્રમ્પનો 88 લાખ વાળો H-1B વિઝા આજથી લાગુ : કેવી રીતે આમાથી છટકી શકાય? કોને મળી શકે છે છૂટ?

ટ્રમ્પનો 88 લાખ વાળો H-1B વિઝા આજથી લાગુ
Published by: OBS Bureau
Last Updated: Oct 21, 2025, 05:07 AM IST

યુનાઇટેડ સ્ટેટ્સમાં H-1B વિઝા ધારકો માટે મહત્વપૂર્ણ રાહતની જાહેરાત કરવામાં આવી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં $100,000 (અંદાજે રૂ. 83 લાખ) સુધીની અરજી ફી સંબંધિત સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ફી ફક્ત નવા અરજદારો માટે લાગુ પડશે, જ્યારે હાલમાં માન્ય H-1B વિઝા ધરાવતા અથવા અમેરિકાની અંદર વિઝા સ્ટેટસ બદલતા વ્યક્તિઓને ફી ચૂકવવાની જરૂર નહીં પડે.

નવી નીતિ મુજબ, જે વિદેશી નાગરિકો અન્ય વિઝા કેટેગરી જેમ કે F-1 (વિદ્યાર્થી વિઝા) પરથી H-1B પર પરિવર્તન કરી રહ્યા છે, તેમને આ નવી ફીમાંથી છૂટછાટ આપવામાં આવશે. તે જ રીતે, જે લોકો હાલ અમેરિકામાં રહે છે અને પોતાનો H-1B વિઝા વિસ્તૃત કરવા, સુધારવા અથવા સ્ટેટસ બદલવા માંગે છે, તેઓ પર પણ આ નિયમ લાગુ નહીં થાય.

વિદેશમાં રહેલા અને પહેલી વાર H-1B વિઝા માટે અરજી કરતા નવા ઉમેદવારો માટે આ ફી લાગુ રહેશે. યુએસ ડિપાર્ટમેન્ટે નવી અરજી પ્રક્રિયા માટે ઓનલાઈન ચુકવણી માટેની લિંક પણ ઉપલબ્ધ કરાવી છે.


ટ્રમ્પ વહીવટીતંત્રના નિયમો પર વેપાર સંગઠનોની ટકોર

આ નિર્ણય તે સમયે આવ્યો છે જ્યારે યુએસ ચેમ્બર ઓફ કોમર્સે ટ્રમ્પ વહીવટીતંત્રના નવા ફી નિયમો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. સંગઠનનું કહેવું છે કે આ નિયમો ગેરકાયદેસર છે અને તે અમેરિકન કંપનીઓ માટે ખર્ચ વધારશે. તેઓએ દલીલ કરી છે કે આ ફીથી કંપનીઓ કુશળ વિદેશી કામદારોની ભરતી ઘટાડશે અને તેનું સીધું આર્થિક નુકસાન થશે.

સંસ્થાએ રજૂઆતમાં જણાવ્યું છે કે 19 સપ્ટેમ્બરનો ટ્રમ્પનો આદેશ કાયદેસર રીતે અમાન્ય છે અને તે યુનાઇટેડ સ્ટેટ્સના આર્થિક હિતોને નુકસાન પહોંચાડશે. આ પગલાથી અન્ય દેશો, ખાસ કરીને ભારત અને ચીન જેવા ટેકનિકલ સ્પર્ધકોને ફાયદો થશે.


હાલના વિઝા ધારકોને કોઈ પ્રતિબંધ નહીં

ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશ પછી વિઝા ધારકોમાં મૂંઝવણ હતી કે શું આ ફી હાલના વિઝા ધરાવતા લોકો પર પણ લાગુ થશે. વ્હાઇટ હાઉસે 20 સપ્ટેમ્બરે જાહેર કરેલી સ્પષ્ટતા મુજબ, આ ફી માત્ર નવા વિઝા અરજદારો માટે “એક વખતની ફી” છે. હાલના વિઝા ધારકો અથવા રિન્યુઅલ કરાવનારા પર તેનો કોઈ અસર નહીં થાય.


ભારતીય કામદારો માટે સકારાત્મક સંદેશ

યુએસ વિઝા આંકડા મુજબ, વર્ષ 2024માં મંજૂર થયેલા કુલ H-1B વિઝામાંથી 70 ટકા કરતા વધુ ભારતીય નાગરિકોને આપવામાં આવ્યા હતા. ભારતમાં કુશળ ટેકનિકલ અને પ્રોફેશનલ વર્કરોની સંખ્યા સૌથી વધુ હોવાથી અમેરિકામાં ભારતીય અરજદારોનો હિસ્સો સતત વધતો રહ્યો છે.

નવી માર્ગદર્શિકા ભારતીય IT અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કામ કરતા હજારો પ્રોફેશનલ્સ માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ પગલું અમેરિકામાં કાર્યરત ભારતીય પ્રોફેશનલ્સ માટે સ્થિરતા અને વિશ્વાસ બંને વધારશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
હવે જામશે ખરાખરીનો જંગ!
શું ફરી એકવાર દેશમાં કંઈક મોટું થવાનું છે?
ભારતના પરમ મિત્ર રશિયાના નિર્ણયથી ભારતની ચિંતા વધી
બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો મોટો નિર્ણય