અમેરિકી સેનાએ સીરિયામાં અલ-કાયદાના સભ્ય સામે હવાઈ હુમલો કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ X પર પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે માર્યો ગયેલો આતંકવાદી સમગ્ર વિસ્તારમાં અલ-કાયદા સાથે કામ કરી રહ્યો હતો.
આ પ્રસંગે સેન્ટકોમના કમાન્ડર જનરલ માઈકલ કુરિલાએ અમેરિકી સેનાને ઓપરેશનની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અમે વધુ એક જેહાદીનો ખાતમો કરવામાં સફળ રહ્યાં છીએ જેણે અમેરિકા અને અમારા સાથીઓને ધમકી આપી હતી. આ હુમલાઓ સીરિયામાં સક્રિય આતંકવાદી જૂથો સામે યુ. એસ.ની આગેવાની હેઠળના ગઠબંધનના ચાલુ અભિયાનનો એક ભાગ હતા.
અમેરિકાનો હેતુ શું છે?
અમેરિકી હુમલા પાછળનું મુખ્ય લક્ષ્ય અલ-કાયદાનો મુખ્ય સભ્ય હતો, જે સમગ્ર પ્રદેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરી રહ્યો હતો. આ હુમલો ક્યાં થયો તે અંગે અમેરિકી સેનાએ કોઈ માહિતી નથી આપી. અમેરિકી સેનાએ અલ-કાયદાના ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. અમેરિકી સેના સીરિયા અને અન્ય આતંક પ્રભાવિત વિસ્તારોમાં ડ્રોન હુમલાઓ અને હવાઈ હુમલાઓ દ્વારા આતંકવાદી નેટવર્કને નિશાન કર્યું છે.
"US forces conducted a precision airstrike against a member of al-Qaeda in Syria this weekend. The terrorist leader was working with al-Qaeda across the region." pic.twitter.com/Dk2SVkL4UP — George (@BehizyTweets) February 18, 2025
સીરિયામાં U.S. ઓપરેશનનો ઇતિહાસ
અમેરિકાએ લાંબા સમયથી સીરિયા અને ઈરાકમાં આતંકવાદી જૂથો સામે હવાઈ હુમલા કર્યા છે.
2022-ISISના ટોચના નેતા અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરાશી યુએસના ઓપરેશનમાં માર્યા ગયા.
2023: ડ્રોન હુમલામાં અલ-કાયદા સાથે જોડાયેલા કેટલાક આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા.
2024: હિઝબુલ્લાહ અને અન્ય મિલિશિયા જૂથો પર તાજેતરમાં હુમલો કરવામાં આવ્યો.
તાજેતરના હુમલાઓ એ સૂચવે છે કે અમેરિકા હજુ પણ સીરિયામાં આતંકવાદ સામે આક્રમક નીતિ અપનાવી રહ્યું છે.
હુમલા પાછળનું કારણ
અલ-કાયદા હજુ પણ મધ્ય પૂર્વમાં સક્રિય છે અને અમેરિકા અને તેના સાથીઓ માટે મોટો ખતરો છે. આતંકવાદી જૂથો સીરિયા અને ઇરાકમાં નબળી સરકારોનો ફાયદો ઉઠાવીને તેમની પ્રવૃત્તિઓ વધારી રહ્યા છે. અમેરિકાએ આતંકવાદ સામે "નો-ટોલરન્સ" નીતિ અપનાવી છે, જેની સાથે તે કોઈપણ ઉભરતા જોખમને નાબૂદ કરવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે.
JUST IN: President Trump announces that U.S. forces have taken out an Al-Qaeda leader in Syria.





