Home International Us Declares Pakistan Backed Trf Which Claimed Responsibility For Pahalgam Attack A Terrorist Organization

ટેરિફ ગેમની વચ્ચે ભારતના હકમાં ટ્રમ્પનો મોટો નિર્ણય : પહેલગામ હુમલાની જવાબદારી લેનાર પાકિસ્તાન સમર્થિત TRFને અમેરિકાએ આતંકી સંગઠન જાહેર કર્યું

ટેરિફ ગેમની વચ્ચે ભારતના હકમાં ટ્રમ્પનો મોટો નિર્ણય
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 18, 2025, 06:34 AM IST

International News: વૈશ્વિક સ્તરમાં પ્રધાનમંત્રી મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દોસ્તી અને પોલિટિકલ ડિપ્લોમસીની ઘણી ચર્ચાઓ થાય છે. ટ્રમ્પની ટેરિફ ગેમથી ભારતને નુકસાન થતું હોવાનું પણ ચર્ચાય છે. જોકે, આ તમામની વચ્ચે ટ્રમ્પે આતંકવાદ મુદ્દે ભારતના પક્ષમાં સૌથી મોટો નિર્ણય કર્યો છે. અમેરિકાની સરકારે (TRF) એટલેકે, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના પાકિસ્તાન સમર્થિત સંગઠન આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છેકે, TRF દ્વારા જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી.

અમેરિકાએ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ને વિદેશી આતંકવાદી સંગઠન (Foreign Terrorist Organization - FTO) અને ખાસ નિર્ધારિત વૈશ્વિક આતંકવાદી (Specially Designated Global Terrorist - SDGT) તરીકે સૂચિબદ્ધ કર્યો છે. આ પગલું ભારતના પહેલગામ હુમલાને ધ્યાને લઈ લેવામાં આવ્યું છે, જેમાં 22 એપ્રિલ, 2025ના રોજ 26 નિર્દોષ નાગરિકોનું જીવન ગયેલું હતું.

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ આ નિર્ણય અંગે નિવેદન આપતાં જણાવ્યું કે, “TRF એ આ અત્યંત ઘાતક હુમલાની જવાબદારી લીધી હતી. 2008ના મુંબઈ હુમલા બાદ ભારતની જમીન પર નાગરિકો સામેનો આ સૌથી ઘાતક હુમલો છે.” અહીં ધ્યાન આપવાનો મુદ્દો એ છે કે TRF એ આ જવાબદારી 22 એપ્રિલે સ્વીકારી હતી, પરંતુ 4 દિવસ બાદ, 26 એપ્રિલે, પોતાના દાવાથી પલટો માર્યો હતો. TRFના પ્રવક્તા અહેમદ ખાલિદે કહ્યું કે તેમના સંસ્થાની વેબસાઈટ હેક થઇ હતી અને TRF એવો કોઈ દાવો કર્યો જ ન હતો.

TRF: લશ્કર-એ-તૈયબાનું નવું મહેરુંઃ

TRFની સ્થાપના 2019માં કલમ 370 હટાવ્યા બાદ થઈ હોવાનું માનવામાં આવે છે. આ સંગઠન જમ્મુ-કાશ્મીરમાં સક્રિય છે અને લશ્કર-એ-તૈયબાનું પ્રોક્સી (proxy) સંગઠન ગણાય છે. TRF હાઇબ્રિડ આતંકવાદી મોડલ પર કામ કરે છે, જેમાં સામાન્ય દેખાવ ધરાવનારા યુવાનોને આતંકી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાય છે. સરહદ પારથી ISI હેન્ડલર્સ લશ્કર-એ-તૈયબાની મદદથી TRFની સ્થાપના કરી હતી. ભારત સરકારે TRFને પહેલેથી જ આતંકવાદી સંગઠન જાહેર કર્યો છે. 5 જાન્યુઆરી, 2023ના રોજ, TRFને UAPA હેઠળ બેન કરાયું હતું.

આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ પગલુંઃ

અમેરિકા તરફથી TRFને આતંકવાદી સંસ્થા જાહેર કરવાથી ભારત માટે આંતરરાષ્ટ્રીય કટિબદ્ધતા વધુ મજબૂત બનશે. અત્યારે TRFના લીડરો અને મેમ્બર્સ પર અમેરિકન કાયદાઓ અંતર્ગત સંજોગો લાગુ પડશે, જેમ કે ફંડિંગ ફ્રીઝ કરવી, વિઝા બેન, અને પ્રવાસ પર પ્રતિબંધ. માર્કો રુબિયોએ કહ્યું કે, “આ નિર્ણય એ અમેરિકન વહીવટીતંત્ર દ્વારા ભારતના નિર્દોષ નાગરિકોને ન્યાય અપાવવાના પ્રયાસનો ભાગ છે. આ સમગ્ર કાર્યવાહી અમારી આતંકવાદ વિરુદ્ધની સ્પષ્ટ અને અડગ નીતિ દર્શાવે છે.”


TRFના અન્ય ગુનાઓઃ

TRF અનેક હુમલાઓમાં સામેલ રહ્યું છે જેમાં ભારતીય સુરક્ષા દળો અને નાગરિકો નિશાન બન્યા છે.

ડ્રગ્સ અને હથિયારોની તસ્કરીમાં પણ TRFની સંડોવણી જણાઈ છે.

TRFને ISI દ્વારા સપોર્ટ મળતો હોવાનો દાવો ભારતીય સુરક્ષા સંસ્થાઓ અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યો છે.

આતંક સામે વૈશ્વિક સંકલ્પઃ

TRF સામે અમેરિકાનો આ પગલું માત્ર ભારતમાં જ નહીં, પણ વૈશ્વિક સ્તરે આતંકવાદ વિરુદ્ધ સહકાર માટે એક મજબૂત સંદેશ આપે છે. TRFને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પાડવું, તેને નાણાકીય સહાયથી વંચિત કરવું અને તેનું નેટવર્ક ખંડિત કરવું હવે વધુ શક્ય બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now