logo-img
Upcoming Sedan Cars India 2026 Launch List Update

સેડાન લવર્સ માટે સારા સમાચાર : 2026માં લોન્ચ થશે આ 6 શાનદાર કાર, જુઓ ફીચર્સ અને લિસ્ટ

સેડાન લવર્સ માટે સારા સમાચાર
Published by: Offbeat Team
| Last Updated: Feb 08, 2026, 05:52 PM IST

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં સેડાન કાર હંમેશા તેના પ્રીમિયમ લુક, આરામદાયક સફર અને લક્ઝુરિયસ ઈન્ટિરિયર માટે જાણીતી છે. ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી માટે સેડાન કારને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે પણ આગામી સમયમાં નવી સેડાન કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો Skoda, Hyundai અને Honda જેવી દિગ્ગજ કંપનીઓ પોતાના નવા મોડલ્સ લોન્ચ કરવા માટે તૈયાર છે. વર્ષ 2026માં ભારતીય રસ્તાઓ પર અનેક ધાંસુ સેડાન કાર જોવા મળશે.

1. Skoda Octavia RS

સ્કોડાની આ કાર ભારતમાં રફ્તારના શોખીનોની ફેવરિટ છે. વર્ષ 2025માં જ્યારે આ કારના 100 યુનિટ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા, ત્યારે તે મિનીટોમાં વેચાઈ ગયા હતા. આ જબરદસ્ત પ્રતિસાદને જોતા કંપની 2026ના અંત સુધીમાં Octavia RSનો નવો બેચ ભારત લાવવાની તૈયારી કરી રહી છે.

2. Volkswagen Virtus Facelift

ફોક્સવેગન પોતાની લોકપ્રિય સેડાન Virtus ને નવા અવતારમાં રજૂ કરશે. આ ફેસલિફ્ટ મોડલના લુકમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. જોકે એન્જિન વિકલ્પો (1.0L અને 1.5L ટર્બો પેટ્રોલ) યથાવત રહેશે, પરંતુ આ વખતે તેમાં નવું 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ મળવાની શક્યતા છે.

3. Skoda Slavia Facelift

Virtusની જેમ જ તેની હરીફ કાર Slavia ને પણ 2026માં મોટો અપડેટ મળશે. આ કારની એક્સટીરિયર ડિઝાઇનમાં ફેરફારની સાથે ઈન્ટિરિયરને નવી Skoda Kushaq જેવું લુક આપવામાં આવી શકે છે.

4. Hyundai Verna Facelift

હ્યુન્ડાઈ વર્ષ 2026ની શરૂઆતમાં જ Verna નું નવું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરી શકે છે. આ કારમાં કંપનીની ગ્લોબલ ડિઝાઇન લેંગ્વેજ મુજબ નવી ગ્રિલ, વર્ટિકલ LED હેડલાઇટ્સ અને નવું બમ્પર જોવા મળશે. અંદરના ભાગમાં બે સ્ક્રીન ધરાવતું કર્વ્ડ ડિસ્પ્લે અને નવું સ્ટીયરિંગ વ્હીલ તેને વધુ આકર્ષક બનાવશે.

5. New Honda City

સેડાન સેગમેન્ટમાં દાયકાઓથી રાજ કરતી Honda City ને 2026ના બીજા ભાગમાં નવો અપડેટ મળી શકે છે. નવી Verna અને Virtus સામે સ્પર્ધા કરવા માટે હોન્ડા આ કારમાં નવી ફિનિશિંગ અને એડવાન્સ ફીચર્સ ઉમેરી શકે છે.

6. Mercedes-Benz CLA EV

લક્ઝરી સેગમેન્ટમાં મર્સિડીઝ પોતાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક સેડાન CLA EV એપ્રિલ 2026માં લોન્ચ કરશે. આ કારની અંદાજિત કિંમત 60 લાખ રૂપિયા હોઈ શકે છે. જેમાં 85 kWhની મોટી બેટરી હશે, જે સિંગલ ચાર્જમાં 792 કિલોમીટરની શાનદાર રેન્જ આપવાની ક્ષમતા ધરાવે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now