Home Entertainment Upcoming Movies Saiyaara Teaser Out Ahaan Panday Aneet Padda

જુઓ Saiyaara ફિલ્મનું Teaser : ચંકી પાંડેનાં ભત્રીજા અહાન પાંડેની ડેબ્યૂ ફિલ્મ

જુઓ Saiyaara ફિલ્મનું Teaser
Play Video
Published by: OBS Bureau
Last Updated: May 31, 2025, 07:33 AM IST

મોહિત સૂરીના દિગ્દર્શનમાં બની રહેલી યશરાજ ફિલ્મ્સની નવી રોમેન્ટિક ફિલ્મ ‘સૈયારા’નો ટીઝર રીલીઝ થયું છે. ફિલ્મમાં અહાન પાંડે અને અનીત પડ્ડા લીડ રોલમાં નજરે પડશે. ટીઝરમાં જોવા મળે છે કે ‘સૈયારા’ માત્ર એક સામાન્ય લવ સ્ટોરી નથી. આ ફિલ્મ પ્રેમ, રોમાન્સ અને હાર્ટબ્રેકની ભાવનાત્મક સ્ટોરી છે.

અહાન પાંડે બોલીવૂડ અભિનેતા ચંકી પાંડેના ભત્રીજા છે. તે ચિક્કી પાંડે અને ડિના પાંડેના પુત્ર છે અને અભિનેત્રી અનન્યા પાંડેના કઝીન છે. ફિલ્મમાં પ્રવેશ કરતાં પહેલાં અહાને 'મર્દાની 2' અને 'ફ્રીકી અલી' જેવી ફિલ્મોમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનુભવ મેળવ્યો છે.

અનીત પડ્ડાએ અગાઉ વેબ સીરીઝ ‘Big Girls Don’t Cry’માં પોતાના પાત્રથી નોંધપાત્ર પ્રશંસા મેળવી હતી.

‘સૈયારા’ 18 જુલાઈ, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. યશ રાજ ફિલ્મ્સ જેવી મજબૂત પ્રોડક્શન હાઉસના સંગઠન સાથે બનેલી આ ફિલ્મ રોમેન્ટિક થ્રિલર્સના શોખીનો માટે એક ખાસ ભેટ બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now