Home International Up Crime News Agra Boy Murdered Mother And Four Sisters In Lucknow Hotel Police Investigation

લખનઉની હોટલમાં ખેલાયો ખુની ખેલ : આગ્રાથી લખનઉ લાવી માતા અને બહેનોને ઉતાર્યા મોતને ઘાટ

લખનઉની હોટલમાં ખેલાયો ખુની ખેલ
Published by: OBS Bureau
Last Updated: Jan 01, 2025, 06:58 AM IST

નવા વર્ષ 2025ની સવારે ઉત્તર પ્રદેશના લખનઉથી એક દૂ:ખદ સમાચાર સામે આવ્યા છે. લખનઉના નાકા પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં પાંચ લોકોને હત્યાનો મામલો સામે આવ્યો છે. મૃતકોમાં એક મહિલા અને તેની ચાર પુત્રીઓનો સમાવેશ થાય છે. આરોપ છે કે, આ મહિલાના પુત્રએ જ હોટલમાં પોતાની માતા અને બહેનોની હત્યા કરી હતી. આ પરિવાર આગ્રાનો રહેવાસી છે. આ તમામ લોકો લખનઉના નાકા વિસ્તારમાં આવેલી આવેલી હોટેલ શરણજીતમાં રોકાયા હતા. આ અંગે મળતી માહિતી મુજબ, પારિવારિકના આંતરિક ઝઘડાને કારણે પુત્રએ તકનો લાભ લઈને માતા અને બહેનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

માતા અને બહેનોને ઉતાર્યા મોતને ઘાટ
પોલીસ વિભાગ દ્વારા આરોપી પુત્રની ધરપકડ કરીને કસ્ટડીમાં લઈને આ મામલે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, સાથે જ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. મૃત્યુ પામેલાઓમાં માતા અસ્મા, 18 વર્ષિય બહેન રહેમીન, 16 વર્ષિય અક્સા, 19 વર્ષિય અલ્શિયા અને 9 વર્ષિય આલિયાનો સમાવેશ થાય છે.

લખનઉની હોટલમાં મર્ડર
24 વર્ષના અરશદે તેની માતા અને ચાર બહેનોની હત્યા કરી હતી. જેને લઈને પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી આરોપીને કસ્ટડીમાં લીધો હતો. આ મામલે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ હત્યા પાછળનું કારણ પારિવારીક ઝઘડો હોવાનું જણાવ્યું હતું. હોટલમાં થયેલી હત્યાની માહિતી પોલીસને મળતા જ સ્થાનિક પોલીસ વરિષ્ઠ અધિકારીઓ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફિલ્ડ યુનિટે સ્થળ પર પહોંચી પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ આ મામલે વધુ માહિતી મેળવવાના પ્રયાસો ચાલુ છે.

પોલીસ અને ફોરેન્સિક વિભાગની ટીમ એક જ પરિવારની પાંચ મહિલાઓની હત્યાના કેસની તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ પરિવારનો વડો બદર હજુ પણ ફરાર છે. સૂત્રો એ પણ કહી રહ્યા છે કે આરોપી અરશદે પોતે જ પોલીસને ફોન કરીને કહ્યું કે તેણે તેની માતા અને બહેનોની હત્યા કરી છે. બદર અને તેના પરિવારના અન્ય છ સભ્યો આગ્રાથી લખનઉ આવ્યા હતા. તેણે લખનઉમાં ચારબાગ રેલ્વે સ્ટેશનની સામે શરણજીત હોટેલ નામની હોટલમાં રોકાણ કર્યું હતું.

બેભાન કરીને કાપી નાંખી હાથની નસ
આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી અરશદે પહેલા તેની માતા અને બહેનોને નશીલો પદાર્થ આપીને બેભાન કર્યા અને બેભાન અવસ્થામાં જ તેણે તેની માતા અને બહેનોની હાથની નસ કાપીને હત્યાને અંજામ આપ્યો હતો. જો કે આ અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કર્યો નથી. આરોપી અરશદની પૂછપરછ કરવા ઉપરાંત પોલીસ હાલ બદરને શોધખોળ હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ