Home Gujarat Unseasonal Rainfall In Parts Of Dang Saputara Todays Weather Change

ડાંગના વાતાવરણમાં પલટો : ભરશિયાળે વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

ડાંગના વાતાવરણમાં પલટો
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2025, 06:07 AM IST

Gujarat Weather Update: સમગ્ર રાજ્ય કડકડતી ઠંડી વચ્ચે ડાંગ જિલ્લામાં ભરશિયાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. હાલ કાતિલ ઠંડા પવનોની ફૂંકાય રહ્યા છે ત્યારે ડાંગના અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સાપુતારા સહિત જોવાલાયક સ્થળોએ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. તેમજ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સાપુતારા સહિત જોવાલાયક સ્થળોએ રમણીય દૃશ્યો સર્જાયા છે. અનેક સહેલાણીઓ સાપુતારામાં ઠંડીની મજા માણવા જતા હોય છે.


ખેડૂતોની ચિંતા વધી

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા શિયાળુ પાકોને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલમાં શિયાળાની ઋતુમાં છેલ્લા ત્રણ - ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. આજે વહેલી સવારે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. ડાંગમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાક સહિત ફળફળાદી તથા શાકભાજી જેવા પાકોને જંગી નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી હવામાન શુષ્ક રહે છે. આ સાથે તેમણે બે દિવસ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની આગાહી કરવામાં આવી છે.


પરેશ ગોસ્વામીની આગાહી

જ્યારે બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે, આગામી દિવસોમાં 2-3 દિવસની રાહત મળવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જો કે, આ દરમિયાન પણ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોના સંકેત દેખાતા નથી તેવું તેમણે જણાવ્યું છે. સામાન્ય રીતે 15મી જાન્યુઆરીથી તાપમાન વધવાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ઠંડી લાંબી ચાલી શકે છે. 18 જાન્યુઆરીથી ઠંડીમાં આંશિક રાહત મળવાની શક્યતાઓ છે. જેમાં લઘુત્તમ તાપમાન 1-2 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now