Home Gujarat Unseasonal Rain Possibilities In Gujarat

ફરી માવઠાની આગાહી : શિયાળામાં પડી શકે છે વરસાદ, જાણો ક્યા દિવસે ખેડૂતોએ રાખવું પડશે ઘ્યાન

ફરી માવઠાની આગાહી
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2025, 11:24 AM IST

ગુજરાતના ખેડૂતો માટે ફરી ચિંતાજનક સમાચાર આવ્યા છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ માવઠાની આગાહી કરવામાં આવી છે. સૌને જેની આગાહી પર વિશ્વાસ છે એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. 28 જાન્યુઆરીથી ગુજરાત પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. જેના કારણે વરસાદની શક્યતાઓ વધી છે. વાદળ બંધાવાના 28મી જાન્યુઆરીથી શરૂ થઈ જશે અને ફેબ્રુઆરી મહિનો શરૂ થતા જ માવઠાની આગાહી કરવામાં આવી છે
30 અને 31 જનયુઆરી માં વેસ્ટન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ, કરા પડવાની આગાહી છે.

તો ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતા, સાથે જ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રપના ભેજ સર્જાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગો અને સાથે ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં જ ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ સાથે 18મી ફેબ્રુઆરીથી ઉનાળો શરૂ થઈ શકે છે.

ફરી એકવાર માવઠાની આગાહીથી ખાસ કરીને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો છે. આ જ રીતે હવામાનમાં જો ફેરફાર થતા રહે તો પાક પર વિપરિત અસર પડી શકે છે. ખાસ કરીને ઘઉંનો પાક વહેલો પરિપક્તવ થઈ જવાની શક્યતા છે. વરસાદ અને વધુ પડતું ઝાકળ બંને પાકને નુકસાન પહોંચાડી શકે છે. વાતાવરણમાં થઈ રહેલા ફેરફાર મોટા ખતરાની ચેતવણી આપી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now