Home Gujarat Unjha Market Yard Closed 8 Days Mehsana News Agriculture

ખેડૂતો અને વેપારીઓ માટે સૌથી મહત્ત્વના સમાચાર : કેમ અચાનક બંધ થઈ ગયું ગુજરાતમાં આવેલું એશિયાનું કૃષિ બજાર સૌથી મોટું બંધ?

ખેડૂતો અને વેપારીઓ માટે સૌથી મહત્ત્વના સમાચાર
Published by: Vishal Dave
Last Updated: Mar 24, 2026, 10:12 AM IST

APMC MARKET: ગુજરાતના ઊંઝામાં આવેલું માર્કેટ યાર્ડ એશિયાનું સૌથી મોટું કૃષિ બજાર માનવામાં આવે છે. જ્યાં ખેડૂતો પોતાનો માલ વેચવા માટે આવે છે અને વેપારીઓ તેનો પોષણ ક્ષમ ભાવ આપીને જથ્થાબંધમાં ખરીદી કરે છે. ત્યાર બાદ આ માલ જુદાં-જુદાં બજારોમાં જાય છે અને રિટેલ માર્કેટમાં તેનું વેચાણ થાય છે. તેને કારણે ઊંઝા માર્કેટિંગ યાર્ડ એ માત્ર ગુજરાત જ નહીં બલ્કે સમગ્ર દેશ અને એશિયાના ખેડૂતો અને વેપારીઓ માટે મહત્ત્વનું માનવામાં આવે છે. 8 દિવસ સુધી આ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છેકે, એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં આગામી 25 માર્ચથી 1 એપ્રિલ સુધી રજાનો માહોલ રહેશે. માર્ચ એન્ડિંગના કારણે હિસાબી કામકાજ પૂર્ણ કરવા માટે સતત 8 દિવસ સુધી હરાજીની પ્રક્રિયા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ અને ખેડૂતો માટે હવે માર્કેટયાર્ડ 2 એપ્રિલથી ફરી રાબેતા મુજબ શરૂ થશે, જ્યાં ફરીથી જણસીઓની લે-વેચ અને હરાજી ધમધમતી જોવા મળશે. ખાસ કરીને માર્કેટ યાર્ડ બંધ રહેવાને કારણે જીરુ, સુંફ અને ઇસબગુલના વેપારીઓ અને ખેડૂતોને તેની સીધી અસર થશે.

શું છે બંધનો મુખ્ય કારણ?

માર્ચ મહિનાના અંતે થતી નાણાકીય ગણતરીઓ અને હિસાબી પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને ઊંઝા APMC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે આ સમયગાળામાં બજારની આવક-જાવક, વેપારના હિસાબો અને વહીવટી કામગીરી પૂર્ણ કરવા માટે બજાર થોડા દિવસ માટે બંધ રાખવામાં આવે છે. આ વખતે પણ સમાન પ્રક્રિયા માટે યાર્ડ 8 દિવસ માટે બંધ રહેશે, જેથી તમામ રેકોર્ડ અને હિસાબ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે.

એશિયાના સૌથી મોટા મસાલા બજાર પર અસરઃ

“મસાલા માર્કેટનું હાર્ટ”

ઊંઝા, જેને “સ્પાઇસ સિટી” તરીકે ઓળખવામાં આવે છે, સમગ્ર ભારતમાં જીરુ અને સુંફના વેપાર માટે મહત્વપૂર્ણ કેન્દ્ર છે. અહીંથી ગુજરાત સહિત રાજસ્થાન અને અન્ય રાજ્યોના ખેડૂતો પોતાની ઉપજ વેચવા આવે છે.

યાર્ડ બંધ હોવાથી:

ખેડૂતોને પાક વેચવામાં વિલંબ થશે

વેપારીઓના ડીલ અને સપ્લાય ચેઇન પર અસર પડશે

દૈનિક ભાવમાં પણ થોડી અસ્થિરતા જોવા મળી શકે

વેપારીઓ અને ખેડૂતો માટે શું કરવું?

આ સમયગાળા દરમિયાન ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાની ઉપજ વેચવા માટે વૈકલ્પિક વ્યવસ્થા રાખે અથવા યાર્ડ ફરી શરૂ થાય ત્યાં સુધી રાહ જુએ.

વેપારીઓ માટે પણ આ સમયગાળો સ્ટોક મેનેજમેન્ટ અને આગામી સીઝનની તૈયારી માટે મહત્વપૂર્ણ બની શકે છે. ઊંઝા માર્કેટ યાર્ડ માત્ર સ્થાનિક નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે કૃષિ વેપાર માટે મહત્વ ધરાવે છે. અહીંથી દેશ-વિદેશમાં મસાલા નિકાસ થાય છે. એટલા માટે 8 દિવસનું બંધ પણ મોટા સ્તરે સપ્લાય અને ભાવ પર અસર કરી શકે છે, જેનો સીધો પ્રભાવ ખેડૂત આવક અને બજાર પર પડે છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ અને નિકાસમાં પડકારોને કારણે પહેલેથી જ વેપારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં બજારનું બંધ રહેવું વધુ અસરકારક બની શકે છે, ખાસ કરીને જ્યારે નવા પાકની આવક શરૂ થતી હોય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now