Home International Union Budget 2025 Why Budget Bag In Red Color Importance

આખરે કેમ દર વખતે લાલ સૂટકેસ અને પાઉચમાં બજેટ : શું છે લાલ રંગનું મહત્વ?

આખરે કેમ દર વખતે લાલ સૂટકેસ અને પાઉચમાં બજેટ
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2025, 09:40 AM IST

બસ એક જ દિવસમાં નાણામંત્રી નિર્મલા સિતારમણ દેશનું બજેટ રજૂ કરશે. આપને ધ્યાન હશે કે દર વખતે નિર્મલા સિતારમણ એક લાલ પાઉચ લઈને આવે છે. આખરે આ પાઉચ લાલ કેમ હોય છે તે સવાલ અનેક લોકોને થતો હશે. આજે જાણીશું કે શા માટે લાલ પાઉચ અને હિંદુ ધર્મમાં લાલ રંગનું શું મહત્વ છે?

લાલ રંગ શેનું પ્રતીક?
લાલ રંગ ઉત્સાહ, નસીબ, સાહસ અને નવા જીવનનું પ્રતીક છે. તેનો ઉપયોગ ધાર્મિક તહેવારોમાં ભાગ લેનારાઓની ઉર્જા વધારવા માટે થાય છે.

જ્યોતિષમાં લાલ રંગ
જ્યોતિષશાસ્ત્રમાં લાલ રંગને ઉત્સાહ તેમજ આત્મવિશ્વાસ વધારવા માટે માનવામાં આવે છે. તે સંકલ્પશક્તિ વધારવાની સાથે અવરોધોને દૂર રાખવામાં મદદરૂપ થાય છે.

હિન્દુ ધર્મમાં લાલ રંગનું મહત્વ


હિંદુ ધર્મમાં રિતી-રિવાજો, કર્મકાંડ અને જીવનશૈલી ઉપરાંતમાં લાલ રંગને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ધાર્મિક ગ્રંથોમાં લાલ રંગને દેવી દુર્ગા, હનુમાનજી અને લક્ષ્મીજીનો પ્રિય રંગ પણ માનવામાં આવે છે.
શુભ પ્રસંગો પર લગાવવામાં આવતા તિલકનો લાલ રંગ બહાદુરી અને વિજયનું પ્રતિક છે.
પૂજા સમયે ભગવાનની મૂર્તિની નીચે કપડું મૂકવું હોય કે સિંદૂરનો રંગ કે અન્ય મુખ્ય રંગોનો શુભ કાર્યોમાં ઉપયોગ કરવો, આ બધામાં શક્ય તેટલો લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે.

બજેટમાં લાલ રંગનો ઉપયોગ કેમ?
લાલ રંગના કપડાં કે સૂટકેસનો બજેટમાં ઉપયોગ કરવાનું પણ મહત્વ છે. સરકાર જનતાને તાકાત, શક્તિ અને સ્થિરતાનો સંદેશ આપે છે. હકિકતમાં લાલ એક શક્તિશાળી રંગ માનવામાં આવે છે જે ઊર્જા, શક્તિ અને સત્તાનું પ્રતીક છે. તે સૂર્ય, અગ્નિ અને જીવન સાથે સંકળાયેલા છે. ઘણી સંસ્કૃતિઓમાં તેનો ઉપયોગ સંપત્તિ, સમૃદ્ધિ અને સારા નસીબના પ્રતીક તરીકે થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now