ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા ઝડપથી વધી રહી છે, પરંતુ Charging Stations શોધવાની મુશ્કેલી હજુ પણ ઘણા લોકો માટે સૌથી મોટી ચિંતા છે. હવે કેન્દ્ર સરકાર EV માલિકો માટે મોટો ઉકેલ લાવવા જઈ રહી છે. ટૂંક સમયમાં Unified Bharat e-Charge (UBC) નામનું નવું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ થઈ શકે છે, જેના દ્વારા દેશભરના અનેક Charging Stationsની માહિતી એક જ એપમાં મળશે.
એક જ એપમાં મળશે તમામ Chargersની માહિતી
હાલમાં EV યુઝર્સને અલગ-અલગ Charging કંપનીઓ માટે અલગ એપ્સ રાખવી પડે છે. Tata Chargers માટે અલગ એપ, જ્યારે Statiq અથવા ChargeZone જેવા પ્રાઇવેટ ઓપરેટર્સ માટે અલગ એપ્સની જરૂર પડે છે. નવી Unified Bharat e-Charge સિસ્ટમ બાદ આ સમસ્યા દૂર થઈ જશે. નવી એપમાં Maruti Suzuki, Tata Motors, Mahindra & Mahindra જેવી કાર કંપનીઓ સાથે Indian Oil Corporation અને Bharat Petroleum જેવા સરકારી Oil Networksની માહિતી પણ મળશે.
હવે પહેલેથી જાણી શકશો ક્યાં લાઇન છે
ઘણા EV માલિકો માટે સૌથી મોટી મુશ્કેલી એ રહેતી હતી કે તેઓ Charging Station સુધી પહોંચ્યા પછી જાણતા હતા કે Charger ખરાબ છે અથવા ત્યાં પહેલેથી લાંબી Waiting છે. નવી એપમાં Real-Time માહિતી મળશે.
યુઝર્સ જાણી શકશે:
Charger ખાલી છે કે નહીં
હાલમાં Waiting કેટલી છે
Charging Speed કેટલી છે
હાલનો Rate શું છે
Charger કામ કરી રહ્યો છે કે નહીં
આ કારણે લાંબી મુસાફરી દરમિયાન Charging વધુ સરળ બની શકે છે.
Slot Booking અને Payment પણ થશે સરળ
નવી એપ દ્વારા EV યુઝર્સ માત્ર Charger શોધી જ નહીં શકે, પરંતુ Charging Slot બુક પણ કરી શકશે. સાથે એપ મારફતે Payment કરવાની સુવિધા પણ મળશે. સરકાર આ સિસ્ટમને UPI જેવી સરળ બનાવવા માગે છે, જેથી EV Chargingનો અનુભવ વધુ સ્માર્ટ અને સરળ બને.
EV માર્કેટ માટે કેમ મહત્વપૂર્ણ છે આ પગલું?
ભારતમાં હાલમાં 50 લાખથી વધુ EV રસ્તાઓ પર દોડી રહ્યા હોવાનું કહેવાય છે, પરંતુ Public Charging Stationsની સંખ્યા હજુ પણ ઘણી ઓછી છે. હાલમાં દેશમાં અંદાજે 29 હજાર જેટલા Public Chargers ઉપલબ્ધ હોવાનું માનવામાં આવે છે. આ જ કારણ છે કે ઘણા લોકો હજુ EV ખરીદતા પહેલાં Charging Infrastructure અંગે વિચારતા રહે છે. નવી એપ EV યુઝર્સમાં વિશ્વાસ વધારવામાં મદદરૂપ બની શકે છે.
સરકારનું 2,000 કરોડ રૂપિયાનું મોટું રોકાણ
PM E-DRIVE Scheme હેઠળ સરકાર દેશભરમાં 72 હજારથી વધુ નવા Public Charging Stations સ્થાપિત કરવાની યોજના પર કામ કરી રહી છે.
આ યોજના હેઠળ:
કાર માટે Fast Chargers લગાવવામાં આવશે
બસો માટે અલગ Charging સુવિધા તૈયાર થશે
Two-Wheeler અને Three-Wheeler માટે પણ હજારો Chargers લગાવવામાં આવશે
તે માટે લગભગ 2 હજાર કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે.
કોણ બનાવી રહ્યું છે આ સિસ્ટમ?
આ સમગ્ર ડિજિટલ પ્લેટફોર્મ National Payments Corporation of India એટલે કે NPCI દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. NPCI એ જ સંસ્થા છે જેણે ભારતમાં UPI સિસ્ટમ વિકસાવી હતી.
જ્યારે આ પ્લેટફોર્મનું સંચાલન Bharat Heavy Electricals Limited એટલે કે BHEL દ્વારા કરવામાં આવશે.





