આજના સમયમાં ફ્લેગશિપ સ્માર્ટફોનની કિંમતો સતત વધી રહી છે. નવા iPhone અથવા પ્રીમિયમ Android ફોન ખરીદવો ઘણા લોકો માટે મુશ્કેલ બની ગયો છે. આવી સ્થિતિમાં Refurbished ફોન લોકો માટે સસ્તો અને આકર્ષક વિકલ્પ બની રહ્યો છે. ઓછી કિંમતમાં મોંઘો ફોન મળી જતો હોવાથી ઘણા ગ્રાહકો હવે Refurbished માર્કેટ તરફ વળી રહ્યા છે. જોકે, માત્ર સસ્તી કિંમત જોઈને ફોન ખરીદવો જોખમી સાબિત થઈ શકે છે. થોડું ધ્યાન ન આપો તો પછી ખરાબ બેટરી, નકલી પાર્ટ્સ, સ્ક્રીન સમસ્યા અથવા રિપેરિંગના ખર્ચમાં વધુ પૈસા ખર્ચવા પડી શકે છે.
ઘણા લોકો ઓનલાઈન “Like New”, “Excellent Condition” અથવા “Certified Refurbished” જેવા શબ્દો જોઈને તરત જ ફોન ઓર્ડર કરી દે છે. પરંતુ દરેક Refurbished ફોનની ગુણવત્તા સમાન હોતી નથી. તેથી ફોન ખરીદતા પહેલાં કેટલીક મહત્વપૂર્ણ બાબતોની તપાસ કરવી ખૂબ જરૂરી છે.
શું હોય છે Refurbished ફોન?
Refurbished smartphone એવા સ્માર્ટફોન હોય છે જે અગાઉ કોઈ ગ્રાહક દ્વારા ઉપયોગમાં લેવામાં આવ્યા હોય અને પછી પરત આપવામાં આવ્યા હોય. કેટલાક લોકો ફોનમાં ટેક્નિકલ ખામી હોવાને કારણે ડિવાઇસ પરત કરે છે, જ્યારે કેટલાક લોકો માત્ર પસંદ ન આવવાને કારણે રિટર્ન કરી દે છે. ત્યારબાદ કંપની અથવા સેલર તે ફોનની તપાસ કરે છે. જો જરૂરી હોય તો સ્ક્રીન, બેટરી અથવા અન્ય પાર્ટ્સ બદલીને તેને ફરીથી કાર્યક્ષમ બનાવવામાં આવે છે. ટેસ્ટિંગ અને રિપેરિંગ બાદ આ ફોનને ઓછા ભાવે ફરી વેચવામાં આવે છે. આજકાલ ભારતમાં Refurbished ફોન માર્કેટ ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને Apple, Samsung અને અન્ય પ્રીમિયમ બ્રાન્ડ્સના ફોન માટે લોકોમાં ભારે માંગ જોવા મળે છે.
ફોનની Physical Condition સૌથી પહેલાં તપાસો
ઘણા ગ્રાહકો સૌથી મોટી ભૂલ એ કરે છે કે તેઓ માત્ર ફોટા જોઈને ફોન ખરીદી લે છે. પરંતુ Refurbished ફોનની બહારની સ્થિતિ તેની વાસ્તવિક ગુણવત્તા વિશે ઘણું કહી શકે છે.
ફોન ખરીદતા પહેલાં નીચેની બાબતો ધ્યાનથી ચેક કરવી જોઈએ:
સ્ક્રીન પર સ્ક્રેચ છે કે નહીં
બોડીમાં ડેન્ટ કે ક્રેક તો નથી?
કેમેરા લેન્સ સાફ છે કે નહીં
ચાર્જિંગ પોર્ટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં
વોલ્યુમ અને પાવર બટન સ્મૂથ છે કે નહીં
સ્પીકર અને માઇક્રોફોનમાં સમસ્યા તો નથી?
ઘણા સેલર્સ “એકદમ નવો જેવી સ્થિતિ”નો દાવો કરે છે, પરંતુ વાસ્તવમાં ડિવાઇસમાં ઘસારો હોઈ શકે છે. જો ઓનલાઈન ખરીદી કરો છો તો સેલર પાસેથી હાઈ-ક્વોલિટી ફોટા અથવા વીડિયો જરૂર માંગવા જોઈએ.
Battery Health ચેક કરવી ખૂબ જરૂરી
સ્માર્ટફોનમાં સમય જતાં સૌથી વધુ અસર બેટરી પર પડે છે. જૂના ફોનમાં બેટરી ઝડપથી ઉતરવી, ગરમ થવું અથવા ચાર્જિંગ ધીમું થવું સામાન્ય બાબત છે. ખાસ કરીને iPhoneમાં Battery Health ફીચર આપવામાં આવે છે. તેનાથી જાણી શકાય છે કે બેટરીની મૂળ ક્ષમતા કેટલી બાકી છે.
સામાન્ય રીતે:
90%થી વધુ Battery Health સારી માનવામાં આવે છે
85% આસપાસ હોય તો સરેરાશ ગણાય
80%થી ઓછી હોય તો બેટરી બદલવાની જરૂર પડી શકે
ઘણા Android ફોનમાં પણ થર્ડ પાર્ટી એપ્સ દ્વારા બેટરી ચેક કરી શકાય છે. જો કોઈ સેલર “100% Battery”નો દાવો કરે તો તેનું સ્ક્રીનશોટ અથવા લાઈવ ચેકિંગ જરૂર કરવું જોઈએ.
Warranty વગરનો ફોન ખરીદવો જોખમી
ઘણા વિશ્વસનીય ડીલર્સ Refurbished ફોન પર 3 મહિના થી 6 મહિના સુધીની વોરંટી આપે છે. આ વોરંટી ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે જો ખરીદી બાદ ફોનમાં કોઈ ટેક્નિકલ સમસ્યા આવે તો વધારાનો ખર્ચ બચી શકે છે.
ફોન લેતા પહેલાં જરૂર પૂછવું જોઈએ:
વોરંટી કેટલા સમયની છે?
બેટરી કવર થાય છે કે નહીં?
સ્ક્રીન અથવા મધરબોર્ડ પર કવરેજ છે?
Replacement Policy ઉપલબ્ધ છે કે નહીં?
જો કોઈ સેલર વોરંટી આપવાનું ટાળી રહ્યો હોય તો તે ચેતવણી સમાન હોઈ શકે છે.
Refurbisher કોણ છે તે જાણી લો
દરેક Refurbished ફોન વિશ્વસનીય હોય એવું જરૂરી નથી. ફોન કોના દ્વારા Refurbish કરવામાં આવ્યો છે તે ખૂબ મહત્વનું છે.
બ્રાન્ડ ઓથોરાઈઝ્ડ Refurbisher સામાન્ય રીતે:
સંપૂર્ણ Hardware Testing કરે છે
ખરાબ પાર્ટ્સ બદલે છે
Original Software ઇન્સ્ટોલ કરે છે
Quality Check બાદ જ ફોન વેચે છે
જ્યારે કેટલાક નાના વેચાણકાર માત્ર ફોન સાફ કરીને અને પોલિશ કરીને ફરી વેચી દેતા હોય છે. તેથી સેલરની રેટિંગ, ગ્રાહકોના રિવ્યુ અને માર્કેટમાં તેની પ્રતિષ્ઠા જરૂર તપાસવી જોઈએ.
IMEI નંબર ચેક કરવાનું ભૂલશો નહીં
ફોન ખરીદતા પહેલાં તેનો IMEI નંબર જરૂર ચેક કરવો જોઈએ. IMEI દ્વારા જાણી શકાય છે:
ફોન ચોરાયેલો તો નથી?
બ્લેકલિસ્ટેડ તો નથી?
ઓરિજિનલ છે કે નહીં
અગાઉ કોઈ મોટી રિપેરિંગ થઈ છે કે નહીં
ઘણા બ્રાન્ડ્સ IMEI દ્વારા ડિવાઇસ વેરિફાઈ કરવાની સુવિધા આપે છે. આ સ્ટેપ અવગણવાથી ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
Water Damage અને Repair History પણ તપાસો
ઘણા Refurbished ફોન બહારથી સારા દેખાય છે, પરંતુ અંદરથી તેમાં Water Damage અથવા Motherboard Repair થયેલી હોઈ શકે છે.
તે માટે:
SIM Tray અંદર Red Mark તપાસો
કેમેરામાં ધૂંધળાશ છે કે નહીં જુઓ
ચાર્જિંગ દરમિયાન હીટિંગ ચેક કરો
ફોનમાં ભેજ અથવા ગંધ છે કે નહીં તપાસો
કેટલાક ફોનમાં Hidden Diagnostic Mode દ્વારા પણ માહિતી મેળવી શકાય છે.
Display અને Camera ટેસ્ટ જરૂર કરો
ઘણા Refurbished ફોનમાં Original Display અથવા Camera ન હોવાની શક્યતા રહે છે. તેથી ખરીદી પહેલાં:
Brightness ચેક કરો
Touch Smoothness તપાસો
Dead Pixels છે કે નહીં જુઓ
Camera Focus અને Video Recording ટેસ્ટ કરો
નકલી અથવા Low Quality Display લાંબા ગાળે સમસ્યા આપી શકે છે.
બહુ સસ્તી ડીલથી સાવધાન રહો
જો કોઈ ફોન માર્કેટ ભાવ કરતાં ખૂબ ઓછા ભાવે મળી રહ્યો હોય તો સાવચેત રહેવું જોઈએ. અસામાન્ય રીતે સસ્તો ફોન ઘણી વખત:
Fake Parts સાથે હોઈ શકે
Stolen Device હોઈ શકે
Repair બાદ ફરી વેચાયો હોઈ શકે
તેથી માત્ર કિંમત નહીં પરંતુ વિશ્વસનીયતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.





